બોડેલી, તા.૧૨
છોટાઉદેપુર જિલ્લાના ચિચાડીયા ગામે શાળામાં ભણવાના ચોપડા લેવા જતા ભાઈ બહેનને એક પિકઅપ ગાડીએ અડફેટમાં લેતા બંનેને ગંભીર ઈજા પહોંચતા અને બહેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. છોટાઉદેપુરથી અલીરાજપુર રોડ ઉપર ચિચાડીયા ગામ રહેતા વેરસિંગ ભાઈ થાવરિયા ભાઈની પુત્રી અર્મીતાબેન (ઉ.વ.૧૯) અને તેઓ અશ્વિન (ઉ.વ.૭) બંને જણા ગામની પ્રાથમિક સ્કૂલમાં ભણવા માટે ચોપડા લેવા ઘરેથી નીકળ્યા હતા ત્યારે છોટાઉદેપુર અલીરાજપુર તરફથી આવતી એક પિકઅપ ગાડીએ બંને ભાઈબહેનને અડફેટમાં લેતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં અર્મીતાબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે વાહન ચાલક અકસ્માત કરી વાહન સ્થળ પર છોડી ભાગી ગયો હતો. રંગપુર પોલીસ ગાડી ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.