અમરેલી,તા.૨
છેલ્લા બે વર્ષ દરમ્યાન રાજ્ય ભરમાં થયેલ ગુનાઓ અંગે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આંકડાકીય માહિતીઓ માંગતા અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૩૨ ખૂન, ૪૯ લૂંટ તેમજ ૨૮૨ ચોરી અને બળાત્કારના ૮૧, તેમજ અપહરણના ૧૩૮ અને ઘરફોડ ચોરીના ૧૮૬ કેસો થયેલ હોવાનું સામે આવેલ છે, જિલ્લામાં રાયોટીંગના કેસો પણ ૫૬ નોંધાયા હતા.
ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આજ રોજ મુખ્યમંત્રી (ગૃહ) પાસે રાજ્ય ભરમાં થયેલ ગુનાઓ અંગે છેલ્લા બે વર્ષની આંકડાકીય માહિતી માંગતા રાજ્ય ભરના જુદા જુદા જિલ્લાઓમાં થયેલ ગુનાઓ અંગેની માહિતી વિધાનસભામાં મળેલ હતી. જેમાં અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન થયેલ ગુનાઓ અંગેની માહિતી પણ મળી હતી. જેમાં રજૂ થયેલ આંકડાકીય માહિતી મુજબ અમરેલી જિલ્લામાં ખૂનના કુલ ૩૨ કેસો નોંધાયેલ હતા જ્યારે લૂંટના કુલ કેસો ૪૯ નોંધાયેલ હતા અને ધાડના કેસો ૧૩ ચોરીના ૨૮૨, તેમજ બળાત્કારના કેસો ૮૧ અપહરણના ૧૩૮ કેસો આત્મહત્યાના કેસો ૩૩૨ ઘરફોડ ચોરીના ૧૮૬ કેસો નોંધાયેલ હતા.
જ્યારે જિલ્લામાં સામસામી જૂથો દ્વારા થયેલ મારમારી અંગેના રાયોટીંગના કેસો ૫૬ નોંધાયેલ હતા. તેમજ આકસ્મિક મોતના કિસ્સામાં ૫૧૫ અને આપઘાત (અપમૃત્યુ)ના ૮૪૭ કેસો નોંધાયેલ છે જ્યારે ખૂનની કોશીશના ૮૧ કેસો અમરેલી જિલ્લામાં નોંધાયેલ હતા. તેમજ દારૂ અંગેના ૧૧૯ કેસો નોંધાયેલ હોવાનું વિધાસનભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોની પ્રશ્નોત્તરીના જવાબમાં આંકડાઓની માહિતી મળેલ હતી.અમરેલી જિલ્લાના કડક એસપી તરીકે છાપ ધરાવતા નિર્લિપ્ત રાયની પોણા બે વર્ષની ફરજમાં પણ અંસખ્ય ગુનો ચોપડે નોંધાયેલ હોવાનું સામે આવેલ હતું. આમ અમરેલી જિલ્લાના કડક પોલીસ અધિક્ષક તરીકેની છાપ ધરાવતા હોવા છતાં અમરેલી જિલ્લામાં ગુન્હાનોનું પ્રમાણ વધ્યું છે, જે ઉપરોક્ત આકડાઓ ઉપરથી ખ્યાલ આવી શકે છે.