(એજન્સી) કોરિયા, તા.રર
પોલીસે આજે કહ્યું કે, છત્તીસગઢના કોરિયા જિલ્લામાંથી બે કિશોર વયની છોકરીઓને આરોપ મુજબ ગોંધી રાખી નવ પુરૂષો દ્વારા ૧પ દિવસો સુધી બળાત્કાર કરવામાં આવ્યો. પોલીસે કહ્યું કે, ૧૭ વર્ષ અને ૧પ વર્ષની છોકરીઓને મધ્યપ્રદેશની પાડોશમાં આવેલ બીજુરી રેલવે સ્ટેશન પાસેના સ્થળેથી પોલીસ દ્વારા બચાવવામાં આવી. ભોગ બનેલી છોકરીઓએ કોરિયાના ઝાગ્રાખંડ વિસ્તારના છે. કોરિયાએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર આવેલ છે. કોરિયામાં પોલીસ અધિક્ષક નિવેદિતા શર્માએ કહ્યું કે, ચોથી માર્ચે મુખ્ય આરોપી અભિજીત પલ અલીયસ પીંકુ (ર૦)એ ભોગ બનેલા બેમાંથી એક વ્યક્તિને કે જેના સાથે તેનો અફેર ચાલી રહ્યો હતો તેને લગ્ન કરવાનું બહાનું આપીને લઈ ગયો હતો. ભોગ બનેલી વ્યક્તિની મિત્ર પણ તેમની સાથે ગઈ હતી. શ્રી શર્માએ કીધું કે પાલ એ મૂળ ઝાગ્રાખંડમાં આવેલા ખોંગાપાની ગામનો હતો અને તે બંને છોકરીઓને ખોંગાપાનીના સ્થળે લઈ ગયો અને તેના પર રેપ કર્યો. પછી પાલ અને તેના બાકીના આઠ મિત્રોએ મળી બંને છોકરીઓને લેહરી અને બીજુરી ગામમાં કેદ કર્યા પછી તેમના પર વારંવાર રેપ કર્યો. અધિકારીઓએ કહ્યું કે, ભોગ બનેલાના પરિવારજનોએ ૧૮ માર્ચની સવારે ફરિયાદીનું ફોર્મ ભર્યું.
પોલીસ અધિક્ષકે કહ્યું કે, પોલીસની ટુકડીએ ચેતવણીના આધારે ગઈકાલે (ર૦ માર્ચ) વહેલી સવારે બીજુરી રેલવે સ્ટેશનના નજીકના સ્થળે છાપો માર્યો અને છોકરીઓને બચાવવામાં આવી.
શ્રી શર્માએ કહ્યું કે નવમાંથી સાત આરોપીની ધરપકડ બચાવ દરમિયાન જ કરી લેવામાં આવી.
પાલને છોડીને તેઓ અશરફ અલી (ર૬), મનોજ કુમાર (ર૮), હેમરાજ પનીકા (ર૦), અવિનાશ (ર૮), જિતેન્દ્ર કુમાર રાઈ (ર૬) અને રાકેશ કુમાર નાવેત (ર૩) તરીકે ઓળખાયા.
પોલીસ અધિક્ષકે કહ્યું કે, બીજા બે આરોપીની શોધખોળ ચાલી રહી છે.
પોલીસ અધિક્ષકે એ ઉમેરતા કહ્યું કે, આઈપીસી (ઈન્ડિયન પેનલ કોડ) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ (પીઓસીએસઓ) અધિનિયમની સંબંધિત જોગવાઈઓ મુજબ આરોપીઓને અપહરણ, ગેંગરેપ, લગ્ન કરવાના બહાનાએ અપહરણ કરવું અને તેમને ખોટી રીતે મર્યાદામાં રાખ્યાના આરોપ લગાડવામાં આવ્યા.
છત્તીસગઢ : બે છોકરીઓને ગોંધી રાખી, નવ પુરૂષો દ્વારા ૧પ દિવસ સુધી બળાત્કાર ગુજારાયો

Recent Comments