(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.પ
કડી તાલુકાના છત્રાલ ગામમાં છેલ્લા બે મહિનાથી મુસ્લિમો પર હુમલાના બનાવો વધી રહ્યા છે આજે વહેલી સવારે પણ ખેતમજૂર માતા-પુત્ર પર કટ્ટરવાદી તત્વોએ જીવલેણ હુમલો કરતા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આજે મળેલી વિધાનસભા દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરતા મુખ્યમંત્રીએ ગૃહ રાજય મંત્રીને તત્કાલ કાર્યવાહી કરવા સુચના આપી હતી. આ ઉપરાંત ધારાસભ્યએ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાને પણ ટેલિફોનિક રજૂઆત કરી ઘટતું કરવા વિનંતી કરી હતી.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે છત્રાલમાં છેલ્લા કેટલાક સમયથી કટ્ટરવાદી તત્વો દ્વારા મુસ્લિમો પર હુમલાના બનાવો વધી ગયા છે આજે પણ વહેલી સવારે સૈયદ ફરનાઝ (ઉ.વ.૩ર) અને તેમની માતા રોશનબાનુ ખેતરમાં જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક કટ્ટરવાદી તત્વોએ બંને માતા પુત્ર પણ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ફરનાઝ સૈયદના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમના બંને હાથોને તોડી નાખવામાં આવ્યા છે. જયારે ફરનાઝની માતા રોશનબાનુના હાથનો પંજો કપાઈ ગયો છે. આ બંને અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય શેખે આજરોજ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળી છત્રાલની ઘટના અગે અવગન કરતા મુખ્યમંત્રીએ તુરંત જ ગૃહરાજય મંત્રીને તત્કાળ કાર્યવાહી કરવા જાણ કરી હતી. એજ રીતે ધારાસભ્યએ ગાંધીનગરથી જ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાને ટેલિફોનિક રજૂઆત કરી છત્રાલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સખ્ત કાર્યવાહી કરવા સુચના આપવા વિનંતી કરી હતી.
છત્રાલમાં કટ્ટરવાદી તત્ત્વો દ્વારા ખેતરમાં જતાં માતા-પુત્ર પર જીવલેણ હુમલો

Recent Comments