આણંદ, તા. ર૩
બોરસદ ધર્મજ રોડ પર છાપરામાં રહેતાં પરિવારને મારમારી સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થઈ જતા બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર બોરસદ ધર્મજ રોડ પર પી.ચંદ્ર સ્કૂલ નજીક રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના અધેવાળા ગામના જયાબેન રમેશભાઈ માથાસુરીયા ગતરાત્રીના સુમારે પોતાના પતિ રમેશભાઈ ત્રણ બાળકો અને મામાના દીકરા રણજીતભાઈ સાથે પોતાના છાપરામાં સુઈ ગયાં હતાં ત્યારે રાત્રીના બે વાગ્યાના સુમારે ત્રણ અજાણ્યા શખ્સોએ આવી રણજીતભાઈ પર હુમલો કરી લાકડાનો દંડો મારી ઈજાઓ કરી હતી. જેથી તેઓએ બૂમાબૂમ કરતાં તેઓને માથામાં દંડો માર્યો હતો. આ ઘટનાને લઈને જયાબેન અને રમેશભાઈ જાગી જતાં આ ત્રણ અજાણ્યા સખ્સોએ રમેશભાઈને લાકડાનો દંડો મારી ઈજાઓ કરી હતી. જેથી રમેશભાઈ અને રણજીતભાઈ બંને બેભાન થઈ જતાં આ ત્રણેય જણાંએ જયાબેનને મોઢામા કપડાનો ડુચો મારી ઢસડીને નજીકના ખેતરમાં લઈ જઈ પહેરેલા સોનાના દાગીના કાઢી ત્રણેય જણાંએ તેઓએ ગાળો બોલી મારમારી લાકડાનો દંડો મારી ઈજાઓ કરી પગમાંથી ચાંદીના દાગીના અને ગળામાંથી સોનાના દાગીનાં મળી ૧.૩પ લાખની મતાની લૂંટ ચલાવી ત્રણેય અજાણ્યા સખ્સો ફરાર થઈ ગયાં હતાં. આ બનાવ અંગે જયાબેન રમેશભાઈ માથાસુરીયાની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.