છાપી, તા.૧ર
વડગામ તાલુકાના વેપારી મથક છાપી ખાતે વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ વેપારીઓનો કોવિડ-૧૯ અંતર્ગત રેપીડ એન્ટીજન (કોરોના) ટેસ્ટ વેપારી મંડળ છાપીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વડગામ આરોગ્ય અધિકારી ડૉ. પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ ૫૭ વેપારીઓના કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ કોરોના ટેસ્ટના કેમ્પમાં છાપી પીએચસીના મેડિકલ ઓફિસર દિપકભાઇ જનસારી, ડૉ.હરેશભાઈ ચૌધરી, કે.વી.તાજવાલા, કૌશિક શ્રીમાળી, વૈભવ લિબુઆ અને કે.ડી પટેલે સેવાઓ આપી હતી જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા છાપી વેપારી મંડળ તેમજ પ્રમુખ સુરેશ અગ્રવાલનો આભાર વ્યક્ત કર્યો હતો.