(સંવાદદાતા દ્વારા) છાપી, તા.ર૯
વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયતના મહિલા ડેપ્યુટી સરપંચે વોર્ડના સદસ્ય તેમજ ડે. સરપંચ પદેથી દોઢ વર્ષના ટૂંકા કાર્યકાળ દરમિયાન અચાનક રાજીનામુ આપી દેતા અનેક અટકળો ઉભી થવા પામી છે દરમિયાન બુધવારે મળેલ પંચાયત બોડીની બેઠકમાં રાજીનામુ મંજૂર કરી તાલુકા પંચાયતને જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છેજાણવા મળતી માહિતી મુજબ છાપી પંચાયતના વોર્ડ નંબર ચારમાંથી સઈદાબેન રફીકભાઈ મેમણ ચૂંટાઈ સર્વાનુમતે ડે. સરપંચ બન્યા હતા જોકે તેઓએ સોમવારે અચાનક પોતાની નાદુરસ્ત તબિયત તેમજ કામ કરવાની અક્ષમતાનું કારણ બતાવી ડે. સરપંચ તેમજ વોર્ડના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું જેથી બુધવારે મળેલ ગ્રામ પંચાયતની મીટીંગમાં તેઓનું રાજીનામુ મંજૂર કરીને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે મહિલા ડે. સરપંચના અચાનક રાજીનામાં આપવાના કારણને લઈ અનેક તર્કવિતર્ક ઉભા થયા છે જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી ડે. સરપંચ તરીકે ફજલુરહેમાન સુલેમાન નેદરિયા(ટાઇગર)નું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે.