(સંવાદદાતા દ્વારા)
છાપી, તા.૧૩
વડગામ તાલુકાના છાપી નજીક આવેલ મહેંદીપુરા પાટિયા નજીક આજરોજ એક પૂરઝડપે આવતી કારના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા કાર પલ્ટી મારી રોંગ સાઈડમાં જઇ સામેથી આવતા એક બાઇકને અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક જશવંતભાઇ શ્રીમાળી (રહે.બસુ તા.વડગામ)નું ઘટના સ્થળે કરૂંણ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતા છાપી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી જો કે અકસ્માતને લઈ વાહનોની લાંબી કતારો લાગતા હાઇવે જામ થયો હતો જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે ગમખ્વાર અકસ્માતના સમાચારને લઈ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા.