છાપી, તા.ર૮
બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના છાપી હાઇવે ખાતે સીએએે અને એનઆરસી વિરોધમાં મુસ્લિમો દ્રારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ પર હુમલો કરવા નો પ્રયાસ થયો હતો આ મામલે પોલીસે ૨૨ ઈસમો વિરુદ્ધ નામજોગ તેમજ ત્રણ હજારના ટોળા સામે રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો હતો.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ છાપી ખાતે સીએએ અને એનઆરસીના વિરોધમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ ૪૯ આરોપીઓની અટકાયત કરી છે દરમિયાન શુક્રવાર મોડી સાંજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ યાસીન બંગલાની કાણોદર નજીકથી પોલીસે ધરપકડ કરી હતી.
છાપી : પોલીસ પર હુમલા કેસમાં જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખની ધરપક્ડ

Recent Comments