છાપી, તા.ર૧
ગુજરાતમાં કોરાના વાયરસના દશ કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે ત્યારે વડગામ તાલુકાના છાપી ખાતે આવેલ એક રાષ્ટ્રીયકૃત બેન્કની ૨૪, વર્ષીય મહિલા કર્મીને કોરાના વાયરસ ના લક્ષણ દેખાતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો જોકે મહિલા કર્મીને તાત્કાલિક પાલનપુર ખાતે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે મૂળ રાજસ્થાનની વતની અને વડગામ તાલુકાના છાપીમાં આવેલ બેંક ઓફ બરોડાના ફરજ બજાવતી મહિલા કર્મી તાજેતરમાં રાજસ્થાનનાં સુમેરપુર ગઈ હતી ત્યાં બે ચાર દિવસ રોકાઈ ફરજ પર પરત ફરી હતી દરમિયાન મહિલા કર્મીને ખાંસી, શરદી સહીત શ્વાસ લેવા માં વધુ પડતી તકલીફ થતાં તાત્કાલિક છાપી ની એક ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે સહકર્મીઓ લઈ ગયા હતા જોકે ખાનગી હોસ્પિટલ ના તબીબે છાપી પ્રાથમિક આરોગ્ય માં લઈ જવા સલાહ આપતા મહિલા કર્મી ને પી.એચ. સી. માં સારવાર માટે લઈ ગયા હતાં જયાં મેડિકલ ઓફિસર દીપકભાઈ પરમારે પ્રાથમિક સારવાર આપી શંકાસ્પદ જણાતાં તાત્કાલિક પાલનપુર સિવિલ માં રીફર કરવા જણાવ્યું હતું મહિલા કર્મીને કોરાના વાયરસ ના લક્ષણ જણાતાં સિવિલ ના તબીબો એ તાત્કાલિક આઇસોલેશન વોર્ડ માં શિફ્ટ કરી દર્દી ના સેમ્પલ લઈ અમદાવાદ પરિક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી જોકે કોરોના વાયરસ ના લક્ષણ ધરાવતી મહિલા કર્મી નો રિપોર્ટ આવ્યા બાદ કોરાના વાયરસ પોઝિટિવ છે કે નેગેટિવ તે સ્પષ્ટ થશે . મહિલા બેન્ક કર્મી ને કોરાના વાયરસ ના લક્ષણ જણાતાં પંથક માં હડકંપ મચી જવા પામ્યો હતો જોકે છાપી ની મહિલા કર્મી ને શંકાસ્પદ કોરોના વાયરસ ના લક્ષણ ની જાણ થતાં આરોગ્ય ની વિવિધ ટિમો દ્રારા સર્વે હાથ ધરવા માં આવ્યો હતો
બેંકનું કામકાજ બંધ કરવામાં આવ્યું
છાપી ખાતે બેન્ક ઓફ બરોડા માં ફરજ બજાવતી મહિલા કર્મીને શંકાસ્પદ કોરોના વાયરસ હોવાનું જણાતાં તકેદારી ના ભાગ રૂપે બેન્ક નું કામકાજ શરૂ કર્યા બાદ એકજ કલાક માં બેન્ક નું કામકાજ સંપૂર્ણ બંધ કરી તમામ સ્ટાફ સહકર્મી ને સારવાર અર્થે લઈ ગયા હતા જોકે બેન્ક નું અચાનક કામકાજ બંધ કરાતા બેન્ક ના અનેક ગ્રાહકો અટવાઈ પડયા હતા
મુંબઈ થી આવતાં નાગરિકોનું સ્ક્રીનિંગ કરાશે
કોરોના વાયરસ ને લઈ મુંબઈ સહિત વિવિધ શહેરો માં વસતા નાગરિકો વતન પરત ફરી રહ્યા હોવાના અહેવાલો સાંપડતા વડગામ તાલુકા આરોગ્ય વિભાગ સતર્ક બની આવા તમામ નાગરિકો નું સ્ક્રિનિગ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું