અમદાવાદ,તા.૧૧
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક કલાક પહેલા જ છેડતીના કેસ મામલે યુવતીના પરિવારને ધાકધમકી આપીને નાસી ગયેલા આરોપીનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આરોપી મેહુલ પાટડીયા તેના મિત્ર સાથે બાઇક પર જતો હતો ત્યારે રસ્તા વચ્ચે કુતરુ આવી ગયું હતું. તેને બચાવવા જતા બાઇક ડિવાઇડર સાથે અથડાયા બાદ થાંભલા સાથે અથડાતા હતા. જેમા સાગર નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મેહુલને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં વહેલી સવારે તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી કિરણ પાર્ક સોસાયટી નજીક સાંજે બાઇક પર બે યુવકો જતા હતા. ત્યારે રસ્તા વચ્ચે કુતરુ આવી જતા તેને બચવવા જતા બાઇક ચાલકે કાબુ ગુમાવ્યો અને બંન્ને ડિવાઇડર સાથે અથડાયા હતા. જેમા વાસુકીનગર પાસે આવેલી હનુમાનની ચાલીમાં રહેતો સાગર વાઘેલા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે તેની પાછળ બેઠેલા મેહુલ પાટડીયા નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા વહેલી સવારે તેનું પણ મોત નિપજ્યું છે.
મૃતક મેહુલ પાટડીયા અસ્કમાતના એક કલાક પહેલા જ હનુમાનની ચાલીમાં તેની સામે જે યુવતીએ છેડતીની ફરિયાદ કરી હતી. તે કેસને પાછો ખેંચી લેવા માટે યુવતીના પરિવારને ધમકી આપી અને ઝપાઝપી કરી હતી. યુવતીએ પોલીસને જાણ કરતા મેહુલે તમને જાનથી મારી નાખીશું તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો. મેહુલે ત્યાથી જતા પહેલા હનુમાનની ચાલીમાં જ રહેતા સાગરને ફોન કરી બોલાવ્યો હતો. બંન્ને બાઇક લઇને નિકળ્યા હતા. બીજી તરફ પોલીસ પણ મેહુલને શોધવા માટે તેના ઘરે ગઇ હતી. અને તે દરમિયાન જ આ અકસ્માત સર્જાયો હોવાની જાણ થઇ હતી.
છેડતીના કેસમાં યુવતીના પરિવારને ધમકી આપીને નીકળેલા યુવાનનું અકસ્માતમાં મોત

Recent Comments