(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૧૨
શામળાજીમાં છેડતીનો ભોગ બનેલી ધો.૧૨ ની આદિવાસી વિદ્યાર્થીનીને ૭૫ હજાર રૂપિયા સરકારી સહાય મળતા અરવલ્લી જીલ્લામાં આવેલી આદિજાતિ મદદનીશ કમીશ્નર કચેરીના કર્મચારીએ પીડિત પરિવારને તેને સહાય મંજુર કરાવી આપી હોવાનું જણાવી ૧૦ હજાર રૂપિયા પડાવી લીધાં હોવાનો પીડિતાની માતાએ સામાજિક અગ્રણી સાથે વાત કરતો અને સામાજિક અગ્રણીએ કર્મચારી સાથે વાત કરતા રૂપિયા લીધાં હોવાનો ઑડિયો કલીપ વાઈરલ થતાં ભારે ચકચાર મચી છે
શામળાજીમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતી આદિવાસી સમાજની વિદ્યાર્થીનીની વેણપુરના ગણપતસિંહ ઇન્દ્રસિંહ જાડેજા નામના આવારા શખ્શે બિભસ્ત માંગણી કરી વાળ પકડી પછાડી દેતા અને જાતિવિષયક આપત્તીજનક શબ્દો બોલી ફરાર થઈ ગયો હતો આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી છેડતીનો ભોગ બનેલી યુવતીને ૬ મહિના બાદ ૭૫ હજાર રૂપિયા સરકારી સહાય મળતા આદિજાતિ મદદનીશ કમીશ્નર કચેરીમાં ફરજ બજાવતા પ્રજાપતિ નામના કર્મચારીએ પીડીત પરિવાર પાસેથી ૧૦ હજાર રૂપિયા સરકારી સહાય મંજુર કરવા પેટે પડાવી લેતા પીડીત પરિવાર હતભ્રત બની સમાજના યુવા અગ્રણીને વાત કરતાં તેમણે પ્રજાપતી નામના કર્મચારીને ફોન કરી રૂપિયા પરત આપવા જણાવતાં ભ્રષ્ટાચારી પ્રજાપતિ નામના કર્મચારીની પોલ ખુલ્લી પડી જતાં બચાવ મુદ્રામાં આવી ગયો હતો અને સાંજે પીડીત પરિવારન રૂપિયા પરત આપવાની કબૂલાત કરાતો અને પીડિત પરિવારે સામે થી આપ્યાં હોવાનું કહેતો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા લાંચીયા કર્મચારી સામે આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે