(એજન્સી) તા.૨૫
બેઅંતસિંહ હત્યા કેસમાં દોષિત બળવંતસિંહ રાજોઆનાની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની અરજી પર સુપ્રીમકોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટ પાસે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ પૂછ્યું કે તેઓ ત્રણ અઠવાડિયા કેમ માંગે છે. તમે ૨૬ જાન્યુઆરી પહેલા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે રાજોઆના અંગે નિર્ણય લેવા માટે અમે તમને આ છેલ્લી તક આપી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસની સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બળવંતસિંહ રાજોઆનાની અરજી પર ૨૬ જાન્યુઆરી સુધીમાં નિર્ણય લઈ લેશે. જેમાં સજાને ઘટાડવા વિનંતી કરી છે. બળવંતસિંહ લગભગ ૨૫ વર્ષથી જેલમાં છે. ૧૯૯૫માં ચંદીગઢમાં સચિવાલયની સામે બોમ્બ વિસ્ફોટોમાં બેઅંત સિંહ સહિત ૧૮ લોકો માર્યા ગયા હતા. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૨૬ જાન્યુઆરીથી પહેલા ૨૫ જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી રાષ્ટ્રપતિને દોષી બળવંતસિંહ રાજોઆનાની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની ભલામણ મોકલવામાં આવે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે તે સારી તારીખ છે. રાજોઆના તરફથી હાજર રહેલા મુકુલ રોહતગીએ કહ્યું કે દોષિતની દયા અરજી ૮ વર્ષથી લંબિત છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે તે રાષ્ટ્રપતિને દોષી બળવંતસિંહ રાજોઆનાની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા માટેનો પ્રસ્તાવ ક્યારે મોકલશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બે અઠવાડિયામાં તે જણાવવાનું કહ્યું હતું.
Recent Comments