(સંવાદદાતા દ્વારા)
છોટાઉદેપુર/બોડેલી, તા.ર૭
છોટાઉદેપુર જિલ્લાના બીલવાંટ ગામે સગીરાને સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે અંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસે વીડિયોના આધારે તપાસ ધરતા વીડિયો મારનાર અને દેખાનાર ૧૬ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોમાં એક યુવતીને એક શખ્સે યુવતીને પકડી રાખી છે અન્ય બે શખ્સો ડંડાથી મારી રહ્યા છેે. જેને લઈ પોલીસના બેડામાં દોડધામ મચી ગઈ હતી અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ તપાસ કરતા આ વીડિયો ગુજરાત મ.પ્ર. સરહદી વિસ્તારમાં આવેલ રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતું છોટાઉદેપુર તાલુકાના બિલવાંટ ગામનું હોવાનું બહાર આવ્યું હતું. ગામની એક સગીરા ગામના એક યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ હતી. સગીરાને શોધખોળ કરી પરત લવાઈ હતી. તા.ર૧ના રોજ બપોરે ૧૦ વાગ્યાના સુમારે ગામના દેસિંગભાઈ ધનસિંગભાઈ રાઠવા, ભીખાભાઈ ભોદિભાઈ ઘાણક, ઉદલીયાભાઈ કાળુભાઈ ધાણક સગીરાને તું ગામ કેમ ઘર કરેલ છે તેમ કહી લાકડીઓનો માર મારી પગની લાત મારી સગીરાને ગળદા પાટુનો માર મારતા કાને બહેરી થઈ ગઈ છે. સગીરાના પિતા પોતાની પુત્રીને છોડવા પડતા તેઓને માર મારવામાં આવ્યો હતો જ્યારે ગામના બીજા લોક ત્યાં હાજર માધુભાઈ ભારતીયાભાઈ રાઠવા, દશમભાઈ ધનસિંગભાઈ રાઠવા, રમેશભાઈ મોતીભાઈ રાઠવા, જ્ઞાનસિંગ મનડાભાઈ રાઠવા, વેસ્તાભાઈ ભુરલાભાઈ રાઠવા, ધનસિંગભાઈ નવલસિંગભાઈ રાઠવા, ગુરલાભાઈ નજરૂભાઈ ધાણક, કડીયાભાઈ છગનભાઈ રાઠવા, નાનલાભાઈ કુકાભાઈ રાઠવા, રાકેશભાઈ ગુમનભાઈ રાઠવા, લખાભાઈ નાનીયાભાઈ રાઠવા, ઉદેસિંગભાઈ કાળુભાઈ ધાણક, રમેશભાઈ મોતીભાઈ રાઠવા(તમામ રહે.બીલવાંટ, તા.જિ.છોટાઉદેપુર) સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.
છોટાઉદેપુરમાં માનવતા નેવે મૂકાઈ મહિલાને ગ્રામજનોએ ઢોરમાર માર્યો

Recent Comments