(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા. ૭
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગની મીટિંગ બોડેલી સેવા સદન ખાતે રાખવામાં આવી હતી. જેમાં રાજ્ય શિક્ષણ સચિવ હાજર રહ્યા હતા. ડી.પી.ઈ.ઓ.ને આડે હાથે લીધા હતા. તાત્કાલિક ગાંધીનગરથી નિયામકને બોલાવવામાં આવ્યા અને નિયામકે રાત્રે મોડે સુધી શિક્ષણ વિભાગની મીટિંગ ચલાવી હતી. રાજ્ય શિક્ષક સચિવે બોડેલી તાલુકાના ધોળીવાવ ગામની શાળાની મુલાકાત લીધી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ સ્તર નીચે જતાં રાજ્ય સરકાર ચિંતામાં મૂકાય છે. ગાંધીનગરના રાજ્ય શિક્ષણ સચિવ અને વડોદરા જિલ્લાના પૂર્વ કલેક્ટર વિનોદ રાવએ બોડેલી સેવાસદન ખાતે જિલ્લાની શિક્ષણ વિભાગની મીટિંગ બોલાવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી (ડી.પી.ઈ.ઓ.)ને આડે હાથે લેતાં ખખડાવતાં વિનોદ રાવએ કહેલ કે તેમને શિક્ષકોની પરીક્ષા લેવાની કોને કીધી હતી ? અને આવતા મીડિયામાં કેવી રીતે પહોંચી અને આના જવાબ કોને આપશે ? ત્યારબાદ મિશન વિદ્યા અંતર્ગત ડી.પી.ઈ.ઓ. સવાલ પૂછતા એક્સ-૧ અને એક્સ-રના આંકડાઓ મેચ ન થતાં શિક્ષણ સચિવ ગુસ્સે થતાં ગાંધીનગર નિયામક અને જિલ્લા કલેક્ટરને જણાવેલ કે, જિલ્લાના ડી.પી.ઈ.ઓ.ની કામગીરી નબળી છે અને તાત્કાલિક ગાંધીનગરથી જી.સી.ઈ.આ.ટી. ના નિયામક ટી.સી. જોષીને બોડેલી બોલાવ્યા હતા અને જિલ્લાના સી.આર.સી. પાસે એકથી વધુ ચાર્જ હોવા છે. હવે બધા સી.આર.સી.ને એક ચાર્જ આપવાનું સમન કરી ગયા હતા. અને બોડેલી તાલુકાની ધોળીવાવ શાળામાં ચાલતાં જ્ઞાનકુંજ વર્ગની મુલાકાત લીધી હતી અને મધ્યાહન ભોજનના રસોડાનું નિરીક્ષણ કરી બનાવો ખીચડી ખાઈ ગુણવતાની ચકાસણી કરી હતી ગાંધીનગરથી આવેલ નિયામકએ રાતે મોડા સુધી જિલ્લાના બી.આર.સી. સી.આર.સી. સહિત મીટિંગ કરી એક્સ-૧ અને એક્સ-ર વિશે માહિતગાર કરાયા હતા.