છોટા ઉદેપુર, તા.૮
છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામ નજીકમાં પથ્થરની જૂની ખાણો આવેલી છે, જેમાંની મીઠીબોર ગામની સીમમાં આવેલી જૂનીખાણમાં પોટલુ બાંધી કુવામાં નાખેલી મહિલાની લાશ મળી આવી હતી બનાવની વિગત એવી છે કે મૃતક મહિલા બેલીબેન મૂળિયાભાઈ રાઠવા (રેહવાસી કોઠારા) જે કેટલાક દિવસથી ગુમ થઇ હતી, જેનું કોઈ અજાણ્યા ઇસમે ખુન કરી પુરાવો નાશ કરવાના ઇરાદે લાશને પોટલમાં બાંધી મીઠીબોર ગામની સીમમાં આવેલી પત્થથરની ખાણમાં નાખી હતી, જેની જાણ છોટાઉદેપુર પોલીસને થતા તુરંત પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને કુવામાંથી બહાર કાઢી હતી અને છોટાઉદેપુર પોલીસ મથકે મૃતકના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.