(સંવાદદાતા દ્વારા)
જંબુસર,તા.૭
જંબુસર જે એમ શાહ કોલેજના આચાર્ય ડોક્ટર આઈ એમ ભાનાનો જન્મ મધ્યમ પરિવારમાં જંબુસર તાલુકાના કાવી ગામે થયો હતો અધ્યાપક તરીકે રાજપીપળા કોલેજમાં સેવાઓ આપ્યા બાદ છેલ્લા આઠ વર્ષથી જંબુસર જે એમ શાહ કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે તેઓને એમએસ યુનિવર્સિટી વડોદરામાં એમએબીએમાં પ્રથમ આવવા બદલ સુવર્ણચંદ્રક અને યુનિવર્સિટી ફેલોશિપ સહિત અન્ય પાંચ એવોર્ડ મળ્યા છે આ અગાઉ રાષ્ટ્રપતિના હસ્તે ઇન્દિરા ગાંધી નેશનલ એવોર્ડ ભારત ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે હાલ એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ બેંગ્લોર દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં મહત્વના યોગદાન બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો જે સમગ્ર ભારતમાંથી દસ વ્યક્તિઓને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતમાંથી તેઓ એકમાત્ર છે આમ જંબુસર કોલેજના આચાર્ય ડોક્ટર આઈએમ ભાનાને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ૨૦૨૦ અર્પણ થતાં તેમને મળેલી આ વિશિષ્ટ સિદ્ધિ બદલ જનતા કેળવણી મંડળ ચેરમેન હોદ્દેદારો કોલેજ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જંબુસર કોલેજનું ગૌરવ વધારતા શુભેચ્છકો દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Recent Comments