(સંવાદદાતા દ્વારા)
જંબુસર, તા.૩
જંબુસર શહેર ખાતે આવેલ આધારકાર્ડની કામગીરી માટે બે દિવસથી લાંબી કતારો જામે છે સિસ્ટમ ધીમી ગતિથી કામ કરતું હોઈ કતારો જામે છે.
ભારતના નાગરિકો માટે મારો આધાર મારી ઓળખ એ મુજબ દરેક સરકારી બેન્કિંગ કે અન્ય કામગીરીમાં દરેક વ્યક્તિ માટે આધારકાર્ડ ફરજિયાત હોય છે. કોરોના મહામારીને લઇ અગાઉ લોકડાઉન કરવામાં આવ્યું હતું જેને લઇ દરેક વ્યક્તિના આધારકાર્ડ સહિતની કામગીરી બંધ હતી પ્રજાજનો આધાર કાર્ડ વગર નિરાધાર બન્યા હતા કારણ કે દરેક જગ્યાએ આધારકાર્ડ ફરજિયાત છે હાલ ગતરોજથી જ મામલતદાર કચેરીના પટાંગણમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવેલ હોય ખબર પડતાં જ જનતા આધારની કામગીરી માટે જાણે પડાપડી થતી હોય તેમ લાંબી કતારો જામી હતી. આધાર કચેરી ખાતે હોમગાર્ડ જવાન હોવા છતાં અને વખતો વખત સૂચના આપવામાં આવતી હોય તેમ છતાં આધાર કામગીરી માટે આવેલ જનતા ગીચોગીચ એકબીજાને અડીને ઊભા હતા જાણે કોરોનાનો ડર ન હોય. હાલ આધારની ચાલી રહેલી કામગીરીમાં સિસ્ટમ ધીમી ગતિએ ચાલતી હોય જેને લઇ લાંબી લાઇનો થતી હોય છે તથા આધાર કામગીરી માટે વધુ ઓપરેટર મૂકવામાં આવે તેવો ગણગણાટ જોવા મળતો હતો.