વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ એપ્રિલમાં લેવાનારી પરીક્ષા કારોના મહામારી અને લોકડાઉનને લઇ પરીક્ષા પાછી ઠેલાઈ હતી જે આજરોજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે પરીક્ષા શરૂ થવાની હોય કોલેજ આચાર્ય ડોક્ટર આઈએમ ભાનાની સૂચનાથી સમગ્ર કોલેજને સેનીટાઇઝ કરવામાં આવી હતી. પરીક્ષાના પ્રારંભે દરેક વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ સેનેટાઈઝર માસ્ક સાથે કોવિડ નિયમોના પાલન સહિત એક રૂમમાં ૨૦ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા અને પરીક્ષાનો પ્રારંભ થયો હતો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી