(સંવાદદાતા દ્વારા)
જંબુસર, તા.૧૧
હાલ કોરોના વાયરસની વિશ્વ મહામારી ચાલી રહી હોય ઠેર-ઠેર કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન થતું હોય દરેક સરકારી કચેરીઓ ખાતે પણ નીતિ નિયમોનું પાલન થાય છે ત્યારે જંબુસર બીઓબી ખાતે બેંક કામકાજ અર્થે આવતા ગ્રાહકો બેંક બહાર પોલીસ બંદોબસ્ત હોય તેમ છતાં બેંકના ગ્રાહકો કોરોનાનો ભય ભૂલી એકબીજાને લગોલગ કતારો લગાવી ઊભા છે. બેંકની અંદર બેંક કર્મચારીઓ પોતાની સેફ્ટી સાચવી ગ્રાહકને દૂર ઊભા રાખે છે પરંતુ બેંક પરિસરમાં પણ નિયમોનું પાલન થતું ન હોય તે જણાઈ રહ્યું છે. આ અંગે બીઓબી મેનેજરને પૂછતાં તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું તથા અન્ય સાથી કર્મચારીએ બેંક સમય પછી આવવા જણાવ્યું તથા બેંક દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બેંક સિક્યુરિટી પણ છે અમે શું કરીએ ગ્રાહકો સમજતા નથી તેમ મૌખિક જણાવ્યું હતું જંબુસરમાં અલગ પછી જાણે બધું નોર્મલ થઈ ગયું હોય તેમ લોકો બિન્દાસ્ત થઇ ગયા છે.