(સંવાદદાતા દ્વારા) જંબુસર ,તા.૧૧
જંબુસર પંથકમાં પણ ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદ પડતા ખેડુતોના શિયાળુ પાક પર અસર પડવાને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કપાસ, તુવેર ને પારાવાર નુકસાન થતા ફરીથી ધરતીપુત્રો ને માથે હાથ દઈ ને રોવાનો વારો આવ્યો છે. કમોસમી માવઠા ને પગલે ખેડૂતો ને થયેલ નુકશાન સંદર્ભે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય એ તાકીદે સર્વે હાથ ધરાવી પાક નુકસાની નું વળતર ચુકવવા સરકારમાં રજૂઆત કરી છે. આ ઉપરાંત જંબુસર પંથકમાં આવેલ ઈંટ ભથ્થા સંચાલકો ને કમોસમી માવઠા પગલે લાખો નું નુકસાન થયુ છે. આ બાબતે ઈંટ ભઠ્ઠા એસોસિએશન ના પ્રમુખ ઐયુબ ચોકીવાલા તથા ઉપપ્રમુખ વલ્લભભાઇ રોહીતે જણાવ્યું હતુ કે કોરોના ના કહેરમાં ઈંટ ભઠ્ઠા સંચાલકો મજુરો ચાલ્યા જવાથી પાયમાલ થઈ ગયા હતાં અને ચાલુ વર્ષે માંડ ૧૫ જેટલા ઈંટ ભઠ્ઠા ઓ શરૂ થયા હતા અને ગતરોજ થી શરૂ થયેલ માવઠા ને પગલે ભઠ્ઠામાં ઉત્પાદન થયેલ કાચી ઈંટો ધોવાઈ જતાં ભઠ્ઠા દીઠ અંદાજે ૬ થી ૭ લાખ નું નુકસાન થયું છે. પંથકમાં ગતરોજ મોડી સાંજ થી શરૂ થયેલ કમોસમી વરસાદ બાબતે મામલતદાર કચેરીએ થી પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોર ના ૨ વાગ્યા સુધી ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.
Recent Comments