(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧૯
જંબુસર પંથકમાં ૯ તેમજ ભરૂચમાં વાગરામાં અને ઝઘડિયામાં મળી કુલ ૧૪ જેટલા લોકો કોરોના પોઝિટિવ થતાં જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૨૮ પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ છેલ્લા ૧૫થી ૨૦ દિવસથી એકાએક વધારો જોવા મળી રહ્યો છેે ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં રોજ પાંચથી આઠ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે હજુ ગઈ કાલે જે નવ જેટલા લોકો જંબુસર શહેરમાં કોરોના સંક્રમિત થતાં વોર્ડ નંબર પાંચને સંક્રમિત વિસ્તાર જાહેર કરી બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે કે આજે ફરી નવ જેટલા કોરોના પોઝિટિવ ની વિગતો બહાર આવી છે જેમાં જંબુસર શહેરના કુરેશી અકબર, ગૌરી જહીર. રૂસ્તમ મલેક, અનવર મન્સૂરી, ઇસ્માઇલ પટેલ, નીકી મુસ્તફા, સુગરા મસ્તાની, મસાની ઇમરાન. મસની કુરશી મજીદ, મયુદ્દીન સૈયદના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ભરૂચના મામલતદાર કચેરી નજીક આવેલ શિવ કૃપા સોસાયટીમાં રહેતા મોદી મયુર રજાત રાજેશ ઝઘડિયા રાજપારડી ખાતે રહેતા ડોક્ટર શૈલેષ દોશી.. શહેરના વેજલપુર માં રહેતા ઝવેરી અબ્દુલ અઝીઝ, જંબુસર બાયપાસ રોડ ઉપર મોના પાર્કમાં રહેતા પટેલ બીબી બેન હુસેન ભાઈ, તેમજ અંકુર હોસ્પિટલના તબીબના પત્ની મીરાબેન મયંકભાઈનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેઓને પણ જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.