(સંવાદદાતા દ્વારા)
જંબુસર, તા.૧૮
જંબુસર નગરપાલિકામાં ઠેર-ઠેર ગંદકી કચરાના ઢગ ગટરો ઉભરાતી હોય છે છતાંય સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી ખુદ નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર એકમાં ગાયત્રી નગર પાસે તથા નવીનીકરણ પામતા મંદિર પાસે પણ એક માસથી ગંદકીના ઢગ જોવા મળે છે. આ બાબતે ત્યાંના રહીશ અને જાગૃત નાગરિક હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા પાલિકા સત્તાધીશો ચીફ ઓફિસરને રજૂઆત કરેલ તેમ છતાં જૈસે થેની સ્થિતિ હોય એક માસ પૂર્ણ થવા છતાં ગંદકીના ઢગમાં ઘટાડો નહીં થતાં ફરી નગરપાલિકા ચીફ ઓફિસરને ગંદકીના ઢગ હટાવવા બાબતે રજૂઆત કરી હતી પરંતુ પાલિકા દ્વારા રહીશોને ફક્ત ઠાલા વચનો સિવાય કંઈ મળતું નથી જંબુસરના જાગૃત નાગરિક હિતેન્દ્રસિંહ ઠાકોરના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારની ગંદકીને એક માસ થયો વારંવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં ગંદકી સાફ કરવામાં આવી નથી વરસાદી કાંસ પણ સફાઇ કરવામાં આવ્યો નથી. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહનું આયોજન થયું છે બે દિવસ પર જંબુસર ભાજપા દ્વારા કોર્ટ બારણા ખડકેશ્વર મહાદેવ મંદિર પાસે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જ્યાં ચોખ્ખું છે માત્ર દેખાવો કરી ફોટા પાડી સ્વચ્છતા અભિયાન બતાવતા હતા.
Recent Comments