(સંવાદદાતા દ્વારા)
જંબુસર,તા.૨૦
જંબુસર તાલુકાના દહરી ગામે આવેલ એજ્યુ સોલાર પાવર પ્રોજેક્ટ ખાતે તા.૨૧-૮-૨૦૨૦ના રોજ થયેલ ચોરી અંગેની ફરિયાદ સુનિલ સિંહ રાજપૂતે કાવી પોલીસ સ્ટેશનમાં કરી હતી જેમાં તારીખ ૧૦-૨-૨૦૨૦થી તા૧૮-૬-૨૦૨૦ સુધીમાં કોઈપણ સમયે સોલાર પાવર પ્રોજેક્ટ ના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી કોઈ ચોર ઈસમોએ અલગ અલગ કંપનીની સોલાર પ્લેટ જેમાં રાઈઝન કંપની ની આઠ પ્લેટ તેમજ ટેલસન કંપનીની ત્રણ પ્લેટ તેમજ જી સી એલ કંપની ૮૧ પ્લેટો તેમજ વારી કંપનીની ૧૪૯ પ્લેટો એ મળી કુલ ૨૪૧ સોલાર પ્લેટો જે દરેક કંપનીની એક પ્લેટની અંદાજે કિંમત રૂા.૬૫૦૦ લેખે કુલ રૂ. ૧૫,૬૬,૫૦૦-/ ( પંદર લાખ છાસઠ હજાર પાંચસો)ની ચોરી થયા અંગે ની ફરિયાદ નોધાયેલ હતી. જે અન્વયે સદર ગુનાની તપાસ કાવી પોલીસ સ્ટેશન ચલાવી રહેલ બાતમીદાર મારફતે સોલાર પ્લેટો જંબુસર તાલુકાના છીદ્ઘા ગામના રહેવાસી દિક્ષીત પટેલ પાસે હોવા અંગે ની હકીકત મળતા સદર ઈસમને પુછપરછના કામે કાવી પોલીસ સ્ટેશનમાં બોલાવવામા આવેલ પુછપરછ દરમિયાન દિક્ષિત પટેલ ભાંગી પડેલ અને પોતે તથા પોતાના પિતરાઈ ભાઈ હેતલ પટેલ તેમજ સલીમ જસભા જાદવ રે.દહરી નાઓ સાથે મળી સદર ગુનો કર્યા અંગેની કબુલાત કરતા હોય અને ચોરેલ પ્લેટો તેમના ખેતરમાં આવેલ ઓરડીમાં સંતાડેલો હોવાની હકીકત જણાવતા હોય જેથી બંને આરોપીઓ દીક્ષિત ઇન્દ્રવદન પટેલ ઉંમર વર્ષ ૪૨ તથા હેતલ બીપીન ભાઈ પટેલ ઉંમર વર્ષ ૪૧ બંને રહેવાસી છિદરા તા. જંબુસરનાઓને પકડી પાડેલ અને ચોરીમાં ગયેલ કુલ ૨૪૧ સોલાર પ્લેટો માંથી ૧૧૭ સોલાર પ્લેટો રિકવર કરવામાં આવેલ છે. ચોરીમાં સોલાર પ્લેટો લઈ જવામાં આરોપીઓએ વાપરેલ પીકપ ટેમ્પો કબજે કરવામાં આવેલ છે તથા બાકી રહેલ ૧૨૪ સોલાર પ્લેટો રિકવર કરવા તથા સહ આરોપીઓને પકડી પાડવા કાવી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જેમાં દીક્ષિત ઇન્દ્રવદન પટેલ અને હેતલભાઈ બીપીન ભાઈ પટેલ બંને રહેવાસી છિદરાનાઓ પકડાઈ ગયેલ છે જ્યારે ત્રીજા આરોપી સલીમ જસભા જાદવ રે.દહરી નાઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે કાવી પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.