જંબુસર, તા.રર
જંબુસર તાલુકામાં કોરોના વેક્સિનના પ્રારંભ જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકાના આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલ કોરોના વોરિયર્સથી કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમ તબક્કાની ૧૦૦ આરોગ્ય સેવા સાથે સંકળાયેલ લોકો પૈકી રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સહિત નગરના અગ્રણી તબીબો સહિત ૭૦થી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
જંબુસર સ્થિત રેફરલ હોસ્પિટલ ખાતે નગર સહિત તાલુકાના આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલ કોરોના વોરિયર્સને કોરોના વેક્સિન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦૦ કોરોના વોરિયર્સની યાદી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. વેક્સિન મૂકતા પહેલાં તમામ વ્યક્તિઓના નામની સરકારી ડેટા સાથે ચકાસણી કરી હતી. ત્યારબાદ વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યાં સુધી ૧૦૦ પૈકી ૭૦થી વધુ કોરોના વોરિયર્સોએ વેક્સિનેશન કરાવ્યું હતું, જેમાં રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.એ.એ.લોહાણી, અગ્રણી ગાયનેક તબીબ ડૉ.દીપકભાઈ રાઠોડ, ડૉ.સોએબ મુકરદમવાલાનો સમાવેશ થાય છે. વેક્સિનેશન કરાવનાર અગ્રણી તબીબોએ જણાવ્યું હતું કે, વેક્સિનથી ડરવાની જરૂર નથી. કોરોનાથી બચવા માટે કોરોના વેક્સિન એક જ વિકલ્પ છે ત્યારે તેના વિશે કોઈ શંકા રાખવાની જરૂર નથી. લોકોએ ડર મુક્ત થઈને કોરોના વેક્સિન મૂકાવવી જોઈએ.