(એજન્સી)વિજયવાડા, તા.૧૬
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, ૨૦૨૧ના અંત સુધી પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટનુંં કામ પૂરૂં થઈ જવું જોઈએ. તેમણે કહ્યું કે, ૨૦૨૨ની ખરીફ સીઝન દરમિયાન ખેડૂતોને પાકની શરૂઆત કરતાં પહેલાં પાણીની સુવિધા પૂરી પડાઈ જશે. પ્રોજેક્ટના કામનું નિરિક્ષણ કર્યા બાદ વિધાનસભામાં આપેલા નિવેદનને દોહરાવ્યું હતું કે, પોલાવરમ ડેમની ઊંચાઈને એક મિલીમીટર પણ ઓછી કરાશે નહીં. આ પહેલાં એવા અહેવાલો આવ્યા હતા કે, પોલાવરમ ડેમની ઊંચાઈ ઘટાડીને ૫૫ મીટરથી ૪૫.૭૨ મીટર કરી દીધી છે.