પટણા,તા.૫
ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એકવાર ફરી જદયુ માટે કામ કરી શકે છે.ગત એક મહીના દરમિયાન તે બે વાર જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની મુલાકાત કરી ચુકયા છે.રવિવારે તે નીતીશકુમારની પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે થયેલ બેઠકમાં હાજર હતાં.
પ્રશાંત કિશોરના સંબંધમાં હજુ એવી અટકળો ચાલી રહી છે કે તે તે બીજીવાર નરેન્દ્ર મોદી માટે કામ કરશે.આ દરમિયાન તેમની જદયુની બેઠકમાં હાજરીએ રાજકીય વર્તુળોમાં અટકળબાજીને હવા આપી દીધી છે.જદયુના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ગત વખતે જયારે પ્રશાંત કિશોરે પાર્ટી માટે કામ કર્યું હતું ત્યારે અમારા સંગઠન ખુબ સુદ્‌ઢ ન હતું આજે સ્થિતિ બીજી છે.અમારા ૪૦ લાખથી વધુ પ્રારંભિક સભ્ય છે અને દરેક બુથ પર અમારા કાર્યકર્તા સક્રિય છે.ગત વખતે તેમણે ચુંટણી પ્રચારનું કામકાજ જોયુ હતું દરમિયાન સુત્રોએ કહ્યું હતું કે પ્રશાંત કિશોર વિરોધ પક્ષો,ખાસ કરીને કોંગ્રેસનની વિરૂધ્ધ રણનીતિ બનાવવામાં જદયુ નેતૃત્વની મદદ કરી શકે છે.
પ્રશાંત કિશોરે ૨૦૧રમાં નરેન્દ્ર મોદીની ચુંટણી રણનીતિ બનાવી.ત્યારબાદ ૨૦૧૪ લોકસભા ચુંટણીમાં તેમણે નરેન્દ્ર મોદી માટે મુખ્ય રીતે પાંચ અભિયાન ચલાવ્યા.તેમાં યુવાનોનની વચ્ચે મંથન,સરદાર પટેલના નામ પર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી,ચાપ પે ચર્ચા,૩-ડી રેલી અને ભારત વિજય રેલી સામેલ હતી. પરંતુ ત્યારબાદ તે ભાજપથી અલગ થઇ ગયા હતાં અને ૨૦૧૫ વિધાનસભા ચુંટણીમાં નીતીશકુમાર માટે ચુંટણી રણનીતિ બનાવવાની જવાબદારી સ્વીકારી હતી.
તેમણે પ્રદેશમાં જદયુના પક્ષમાં હર ઘર દસ્તક અભિયાન ચલાવ્યું જદયુ તે સમયે ભાજપની વિરૂધ્ધ બનેલ મહાગઠબંધનનો હિસ્સો હતું જેમાં કોંગ્રેસ રાજદ સામેલ હતાં કિશોરે બિહારમાં બહાર હો,નીતેશે કુમાર હો અને ઝાંસે મે નહીં આયેગે,નીતીશ કો જિતાએગે જેવા સુત્રોચ્ચાર પણ આપ્યા હતાં. ચુંટણીમાં જીત બાદ નીતીશકુમારે તેમને પોતાના રાજનીતિક સલાહકાર બનાવ્યા હતાં પરંતુ ૨૦૧૭માં કોંગ્રેસ માટે તેમણે યુપી અને પંજાબમાં ચુંટણી રણનીતિ બનાવવાની જવાબદારી લીધી હતી જેને કારણે તે જદયુને સમય આપી શકયા ન હતાં.