(એજન્સી)                                                   તા.૯

ઈરાનના ઈસ્લામી ક્રાંતિ સંરક્ષક દળ આઈઆરજીસીના કમાન્ડર જનરલ સલામીએ જણાવ્યું છે કે શહીદ સુલેમાનીની હત્યાનો બદલો અમારી મહત્ત્વાકાંક્ષા બની ચૂક્યો છે. અને અમે તે જ દિશામાં પગલાં ભરી રહ્યા છે. આઈઆરજીસીના પ્રમુખ જનરલ સલામીએ શહીદ કાસિમ સુલેમાનીની જીવની, દાએશના શાંત અને પ્રતિરોધ મોરચાની શક્તિની પ્રદર્શનીના ઉદઘાટનના અવસર પર પોતાના એક ભાષણમાં જણાવ્યું કે અમારા દુશ્મનોની એક ભૂલ છે કે તે આ સમજે છે કે મોટા લોકોની હત્યાથી અમારી ક્રાંતિ રોકાઈ જશે પરંતુ પાછલા ૪૦ વર્ષના સત્યથી આ સાબિત થઈ ચૂક્યું છે કે શહાદતથી પ્રતિરોધના મોરચામાં નવો સંચાર આવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ સિદ્ધાંત, ક્યારેય ના ભૂલાતા શહીદ જનરલ કાસિમ સુલેમાની વિશે પણ જારી છે અને શહાદત જેટલી મોટી હોય છે, સમાજમાં આંદોલન શહાદત અને જેહાદની ભાવના તેટલી જ વધુ મજબૂત થાય છે અને આજે અમે જોઈ રહ્યા છીએ કે પ્રતિરોધની મશાલ, યથાવત જનરલ સુલેમાનીના હત્યામાં છે. તેમના હાથમાં પ્રતિરોધનો ધ્વજ ફરકી રહ્યો છે અને તેમણે માર્ગ શરૂ કર્યો હતો. આજે તેની પર લોકો વધુ ઝડપથી ચાલી રહ્યા છે. અહીં સુધી કે હવે શહીદ સુલેમાનીની હત્યાનો બદલો એક મહત્ત્વાકાંક્ષામાં બદલાઈ ગયો છે. આ ઉદ્‌ઘાટન સમારોહમાં ઈરાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ બાકેરીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, પ્રદર્શનથી જાણવા મળ્યું છે કે કઈ રીતે માનવતા તેમજ ઈસ્લામના દુશ્મન આતંકવાદીઓએ વિસ્તારના રાષ્ટ્રોને જોખમમાં નાખી અને પવિત્ર સ્થળોને નષ્ટ કરવા ઈચ્છીએ. જનરલ બાકેરીએ જણાવ્યું કે શહીદ સુલેમાની, તેમના સાથી અને સલાહકાર જનરલોએ ભૂમિકા ના ભજવી હોત અને આ કમાન્ડરોએ સીરિયા અને ઈરાકની સરકાર અને જનતાની સાથે સહયોગ ના કર્યો હોત અને જો વરિષ્ઠ ધર્મગુરૂનો ફતવો ના હોત તો આ દેશોની સત્તા પર આજે દાએશનો કબજો હોત.