(એજન્સી) તા.૨
ઈસ્લામી ગણતંત્ર ઈરાનના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે શહીદ જનરલ કાસિમ સુલેમાનીનો માર્ગ અને વિચારધારા જે વાસ્તવિકતામાં ઈમામ ખુમેની અને વરિષ્ઠ નેતાનો માર્ગ અને વિચારધારા છે, હંમેશા જારી રહેશે. રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ગુરૂવારે જણાવ્યું કે, નિશ્ચિત રીતે દુશ્મનને કુદ્દસ બ્રિગેડના કમાન્ડર, જનરલ કાસિમ સુલેમાનીની વૈશ્વિક હત્યાનું નુકસાન ઉઠાવવું પડશે અને તેણે આ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈરાન અને વિસ્તારની જનતા અને યુવા પહેલાથી વધુ મજબૂતી અને આશાની સાથે પોતાના વિસ્તારની સ્વાધીનતા અને પ્રતિરોધના માર્ગમાં અડગ રહે. રાષ્ટ્રપતિ રૂહાનીએ જણાવ્યું કે, જ્યાં સુધી અમેરિકન આ વિસ્તારમાં છે, પશ્ચિમી એશિયામાં શાંતિ સ્થાપિત થઈ શકતી નથી અને વિસ્તારના લોકો જલ્દી આ અપરાધીઓને અતિક્રમણકારીઓને વિસ્તારમાંથી ખદેડી દેશે.