(એજન્સી) તા.ર૪
આઈઆરજીસીની કુદ્‌સ ફોર્સના પૂર્વ કમાન્ડર જનરલ સુલેમાની અને અલ-હશદુશ્શાબીના પૂર્વ ડે.કમાન્ડર મહેંદી અલ-મોહંદિસની શહીદીની પ્રથમ વરસી પર બગદાદ સ્થિત અમેરિકન વાણિજ્યવાસ પર રોકેટ હુમલા ઝડપી થઈ ગયા છે. ઈરાકના સૈન્ય સૂત્રોનું કહેવું છે કે, રવિવારે અમેરિકન વાણિજ્યવાસ પર૮ રોકેટ ફાયર કરવામાં આવ્યા. જેમાં એક ઈરાકી સુરક્ષા કર્મચારી ઘાયલ થઈ ગયો અને કેટલીક કારો અને એક આવાસીય પરિસરને નુકસાન થયું, જે સામાન્ય રીતે ખાલી રહે છે. ઉલ્લેખનીય છે કે, ૩ જાન્યુઆરી ર૦૧૯એ બગદાદ એરપોર્ટ નજીક જનરલ સુલેમાની અને કમાન્ડર અલ-મોહંદિસની કાર પર અમેરિકન ડ્રોન વિમાનોએ મિસાઈલ હુમલો કરી તેમને શહીદ કરી દીધા હતા. અમેરિકન વાણિજ્યવાસે એક નિવેદન જારી કરી જણાવ્યું છે કે, વાણિજ્યવાસની ઝ્ર-ઇછસ્ સુરક્ષા સિસ્ટમને સક્રિય કરી દીધી હતી. જે મિસાઈલો અને રોકેટોને હવામાં નષ્ટ કરી દે છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકન વાણિજ્યવાસ, ગ્રીન ઝોનને નિશાન બનાવી કરવામાં આવેલા રોકેટ હુમલાનું સમર્થન કરે છે. હુમલામાં વાણિજ્યવાસના પરિસરને નજીવું નુકસાન થયું છે. વાણિજ્યવાસે તમામ ઈરાકી રાજનૈતિક પાર્ટીઓ અને નેતાઓને આગ્રહ કર્યો છે કે તે આ પ્રકારના હુમલાઓને રોકે અને જે લોકો જવાબદાર છે, તેમની જવાબદેહી નક્કી કરે. બગદાદમાં અમેરિકન વાણિજ્યવાસ વાસ્તવિકતામાં અમેરિકાની સૈન્ય છાવણી છે, જેને ઈરાક પોતાના દેશ પર હુમલાનું પ્રતિક સમજે છે. પાછલા વર્ષે ૩ જાન્યુઆરીના ડ્રોન હુમલા પછી ઈરાકી સંસદે એક પ્રસ્તાવ પસાર કરી તાત્કાલિક રીતે દશમાંથી અમેરિકન સૈનિકોને બહાર નિકાળવાની માંગ કરી હતી.