(એજન્સી) તા.૩૧
લેબેનોનની વસ્તી અંધકારમાં ડૂબી ગઈ જ્યારે ડીઝલની વધતી કિંમતના કારણે ખાનગી જનરેટરના માલિકો ગઈકાલે એક કલાક માટે હડતાળ પર ઉતર્યા હતા ધ નેશનલનો અહેવાલ. લેબેનોન પહેલેથી જ એક બગડેલી વીજળીની અછતની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, જેણે દેશભરમાં લાંબા સમયથી અને વારંવાર વીજકાપ જોયો છે. ગયા વર્ષે લેબેનોન રાજ્ય દ્વારા ચલાવાતી કંપની ઈઙ્મીષ્ઠિંૈષ્ઠૈીં ઙ્ઘે ન્ૈહ્વટ્ઠહ (ઈડ્ઢન્) બૈરૂતને એક દિવસમાં ર૧ કલાકનો ઉર્જાનો પુરવઠા પ્રદાન કરતી હતી. બાકીના ત્રણ કલાક માટે રહેવાસીઓ જનરેટર ઉપર નિર્ભર રહેતા હતા. લેબેનોનના અન્ય વિસ્તારોને ઓછા કલાકો માટે વીજ પુરવઠો પ્રાપ્ત થતો હતો. જેમાં દેશના અમુક વિસ્તારોમાં દૈનિક ધોરણે ૧ર કલાક સુધી લાંબા વીજકાપ સાથે કામ કરતા હતા. જો કે (ઈડ્ઢન્) દૈનિક ધોરણે બૈરૂતને ફક્ત બે કલાકનો ઉર્જા પુરવઠો પ્રદાન કરે છે અને દેશના બાકીના હિસ્સાઓમાં આના કરતા પણ ઓછું પ્રદાન કરે છે. પાવર કાપના કારણે પાટનગરમાં રસ્તા ઉપરના ટ્રાફિક સિગ્નલ પણ નિષ્ફળ થઈ ગયા છે, જેના કારણે બૈરૂતની શેરીઓમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. પુરવઠાના ભંગાણે ઈંધણની અછતની સમસ્યા ઉભી કરી છે, જેનો ઉકેલ હજુ બાકી છે. તેમ છતાં પ્રધાન મંત્રી હસ્સન દિયાબનો ગઈકાલનો દાવો છે કે લેબેનોન પાસે છ મહિના ચાલે તેટલું પૂરતું ઈંધણ છે, એ સમસ્યાનો ઉકેલ નથી. ઈંધણની તીવ્ર અછતની સમસ્યાના કારણે ખાનગી જનરેટરના માલિકો જે દેખીતી રીતે ગેરકાયદેસર છે, આ અંતર દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. ધ નેશનલ અનુસાર ખાનગી જનરેટર માલિકોના એક સમૂહે ઉર્જા મંત્રાલયની બિલ્ડિંગ બહાર સોમવારે બૈરૂતમાં ધરણા કર્યા હતા કે ડીઝલના ભાવ વાજબી કરવામાં આવે. માલિકોએ લેબેનોનના કાયદેસર ડીઝલ આયાત કરનારાઓ ઉપર આરોપ લગાવ્યો છે કે તેઓ ત્રીજી પાર્ટીને ઉત્પાદન વેચે છે જેઓ નોંધપાત્ર રીતે ભાવ વધારો કરી દે છે. જેના પછી જનરેટરના માલિકો તેને ઉંચા ભાવ પર ખરીદવા લાચાર થઈ જાય છે. ધ નેશનલે કહ્યું કે તેઓ ર૦ લિટર ડીઝલનો ભાવ ૩૪,૦૦૦ લેબેનીઝ પાઉન્ડ લે છે. જો કે સામાન્ય રીતે ર૦ લિટર ડિઝલનો ભાવ ૧૬,૦૦૦ લેબેનીઝ પાઉન્ડ છે, તે આ પરિસ્થિતિનો નફો લઈ રહ્યા છે. ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ગઈકાલે ખાનગી જનરેટર માલિકોએ ઉર્જા પુરવઠાને એક કલાક સુધી, ડીઝલના વધતાં ભાવોનો વિરોધ કરવા બંધ કરી દીધું હતું. પણ આ માલિકોના સમૂહે નક્કી કર્યું છે કે જો તેમની માગણીઓનો જવાબ આપવામાં નહીં આવે તો પાંચ ઓગસ્ટે તેઓ કાયમ માટે પાવર બંધ કરી દેશે.