ભરૂચ નર્મદા તટે આવેલ ઈદારા શૈક્ષણિક સંકુલ ખાતે જનશિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝયનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ ૭રમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી મુખ્ય અતિથિ અને ઈદારા શૈક્ષણિક સંકુલના ફાઉન્ડર અને અધ્યક્ષ પ્રોફેસર ઝિયાઉદ્દીન સૈયદના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ આયોજીત કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પ્રોફેસર ઝિયાઉદ્દીન સૈયદે આઝાદીની ચળવળમાં ભાગ લીધેલ ગૌરવ સમાન વ્યકિતઓ સર્વશ્રી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની યાદ તાજી કરી બંધારણ જેના ૭૬૩પ મુદ્દા સાથે એસેમ્બલીમાં અસ્તિત્વમાં આવ્યું તેનો ચિતાર રજૂ કરી તેના થકી તા.ર૬-૧-૧૯પ૦ ગણતંત્ર દિવસે પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના ઈન્ડોનેશિયાના પ્રતિનિધિ સાથે પ્રજાસત્તાક દિનની પ્રથમ ઉજવણી કરી તેઓએ ૧૯પ૦માં પોતે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવેલ ત્યારથી આજ પર્યત ભારતના બંધારણ અને સમાજ વચ્ચેની સંવેદનાઓ શોધી સૌને વાકેફ કરતા રહ્યા ભારતનું નામ પણ સિન્ધુઝથી ઈન્ડિયા કઈ રીતે પડયું એક વિશાળ લોકશાહી દેશમાં લોકતંત્ર દ્વારા ધ્વજ ફરકાવવા પાછળનો મોટો ઈતિહાસ ભારતના ઘડવૈયાઓના આત્મ વિશ્વાસની બુલંદી પ્રસ્તુત કરી હતી. તેમણે ‘ઝંડા ઉંચા રહે હમારા’ એ પ્રથમ રાષ્ટ્રગીત ડો. સુભાષચંદ્ર બોઝ દ્વારા પ્રથમ સુરત ખાતે હરિપુરાની કોંગ્રેસ કમિટીમાં પ્રસ્તુત થયું અને તેની રચના કરનાર યુ.પી.ના શ્યામ પ્રસાદ ગુપ્તેજીનું ર૬મી જાન્યુઆરી ૧૯૬૭ના વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીના હસ્તે તામ્રપત્રથી સન્માનિત કરાયા તેનો ઉલ્લેખ કરી તેઓએ જાણકારી આપી. સૌએ સમૂહ રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો અંતે જે.એસ.એસ.ના નિયામક ઝયનુલ સૈયદે સૌ તાલીમાર્થીઓ, સ્ટાફ, ફિલ્ડ સ્ટાફ, રિસોર્સ પર્સન અને મહેમાન સભ્યોનો હાજર રહેવા બદલ આભાર વ્યકત કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરી હતી.
Recent Comments