જામનગર, તા.૧૨
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક અમદાવાદમાં યોજાયેલ જનસંકલ્પ રેલીમાં જામનગર જિલ્લામાંથી ૮૦૦થી વધુ આગેવાનો, કાર્યકરો આ રેલીમાં પહોંચ્યા હતા.
આજે અમદાવાદમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલી કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉપરાંત પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથિયા, જિલ્લો કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, મહાનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો પાર્ટીના જિલ્લા, શહેર, તાલુકાના હોદ્દેદારો વગેરે સહિતના આગેવાનો કાર્યકરો આજે આ રેલીમાં જોડાવવા અમદાવાદ પહોંચ્યા હતા.
કોંગ્રેસના જિલ્લા પ્રમુખના જણાવ્યા પ્રમાણે શહેર-જિલ્લામંત્રી લગભગ ૧૦ બસ અને ૫૦થી વધુ મોટરકારો લગભગ ૮૦૦ લોકો રેલીમાં જોડાયા છે.
જનસંકલ્પ રેલીમાં જામનગર જિલ્લાના ૮૦૦થી વધુ કાર્યકરો -આગેવાનો જોડાયા

Recent Comments