ભરૂચ, તા.૧૨
જંબુસર તાલુકાના કાવી ગામના વ્યક્તિઓ રોજગારી મેળવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં સ્થાયી થયા હતા તેઓ પોતાના ધંધાર્થે દુકાન પર જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો જાતિના લૂંટારૂઓએ લૂંટના ઇરાદે આવી તેમને બંદૂકના કુંડા વડે માર મારી રોકડ રૂપિયા લઈને ભાગી છૂટયા હતા.
થોડાક દિવસો પહેલાં જ દક્ષિણ આફ્રિકાના વેનડા ટાઉનમાં ભરૂચ જિલ્લાના વોરાસમની ગામના યુવાન પર નીગ્રો જાતિના લૂંટારાઓએ કરેલા હુમલાની શાહી અખબારોના પાનેથી હજુ સુકાઇ નથી ત્યાં જ સાસરોદ ગામના ઈમ્તિયાઝ કોચાને નીગ્રો લૂંટારૂએ ગન તાકી ગાડીમાંથી રોકડ રકમ અને ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અને લોકોના મુખેથી શબ્દો હજુ ભુસાયા નથી ત્યાં જ જંબુસર તાલુકાના કાવી ગામના યુવાનોને નીગ્રો જાતિના લોકોએ મારમારી રોકડ રકમ લઇ ભાગી ગયા હતા.
કાવી ગામના સિરાજ મહંમદ લીલીવાલા તેમજ યુનુસ ઐયુબ આઝાદ અને સુહેલ મહંમદ લીલીવાલા દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં નિત્યક્રમ મુજબ દુકાન પર ધંધાર્થે જતા હતા ત્યારે રસ્તામાં નીગ્રો જાતિના લોકોએ લૂંટના ઇરાદે આવી બંદૂકના કુંદા વડે ત્રણેવને મારમારી સિરાજ લીલી વાળા પાસેથી એક લાખ રૂપિયા રોકડા તેમજ યુનુસ આઝાદ પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા તેમજ સુહેલ લીલી વાલા પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા લૂંટી ભાગી છૂટયા હતા. આમ થોડાક જ દિવસોમાં દક્ષિણ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના ત્રણ બનાવો લૂંટના બનવા પામેલ છે. કાવી ગામના ત્રણ વ્યક્તિઓ લૂંટના ભોગ બન્યા હતા. ભરૂચ જિલ્લાના યુવાનો ઉપર છાશવારે થઈ રહેલા નીગ્રો જાતિના લૂંટારૂઓ દ્વારા હુમલાઓથી ભારત ખાતે રહેતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યો છે.
જનીન શહેરના બનાવમાં ૧.૬૦ લાખની રોકડ લૂંટાઈ દ.આ.માં નીગ્રો લૂંટારૂઓએ કાવી ગામના ત્રણ યુવાનોને બંદૂકની અણીએ લૂંટી લીધા

Recent Comments