વિરપુર, તા.૧૧
મહિસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કન્વીનરનો જન્મદિવસની ઉજવણી બિયરની બોટલ અને તલવાર દ્વારા કેપ કાપી કરવામાં આવી હતી. તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લુણાવાડા પોલીસ ઈન્સપેક્ટર એસ.કે ગામીત થાણા અધિકારી વિરપુર તથા તેમના સ્ટાફ દ્વારા વીડિયો અંગે તપાસ કરી કવન પટેલ સહિત કુલ-૭ આરોપીઓને પકડી જેઓના વિરૂદ્ધમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ તથા જાહેરનામા ભંગના કેસો કરવામા આવેલ છે તથા વીડિયોમાં જોવા મળતી ગાડી મહિન્દ્રા એસ.યુ.વી. તથા કેક કાપવામાં ઉપયોગ કરાયેલ તલવાર કબજે કરવામાં આવેલ છે તથા માસ્ક પહેર્યા વગર જન્મદિવસની ઉજવણી કરી રહેલા તમામ ઇસમોને માસ્ક ન પહેરવા બદલનો દંડની પણ કાર્યવાહી કરવામાં આવેલ છે અને કુલ-૬ ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.