અમદાવાદ, તા.૩

જનમાષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે જુગારીઓને જુગાર રમવા તલપાપડ થઈ રહ્યા છે જેના કારણે પોલીસ પણ સક્રિય બની છે. અમદાવાદ શહેરમાંથી આજે અલગ-અલગ વિસ્તારથી જુગાર રમતા ૪૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી. એરપોર્ટ પોલીસે જુગાર રમતા ૧૧ પુરૂષ અને ૯ મહિલા સહિત ૨૦ લોકોની અટકાયત કરી હતી જેમાં નારાયણ જેરામ વાગડિયા, હસમુખ રમેશ વાઘેલા, નૌતિક લવજી રાણા, પરસોત્તમ માવજી પુરડિયા, ભરત છગન મકવાણા, વિષ્ણુ અમરત રાઠોડ, રાજુ કરશન પરમાર, યોગેશ ડાલુમલ પવાર, અમીતકુમાર ડાલુમલ પવાર, પપન કાળુ ભીલ, મહેશ શોભારાજ ચૌઈખાણી, લીલા નારાયણ વાઘડિયા, ગીતા સુરેશ રાઠોડ, હેમા ભરત મકવાણા, ઉષા રામુ ઘુડિયા, ભારતી મહેશ ભીલ, આરતી કાળુ ભીલ, કમલા દેવજી ભીલ, ગૌરી વાઘજી પરમાર, પારૂ ભરત સુજલાની સરદારનગર પાણીની ટાંકીની પાછળ મકાનમાંથી ઝડપી પાડ્યા હતા. ત્યારે બીજી બાજુ કૃષ્ણનગર  પોલીસે પણ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી આતિષ મનોજ ચુનારા પોતાના ઘરે બોલાવીને પૈસા પાનાથી હાર-જીતનો જુગાર રમાડતો હતો. બીજી બાજુ ચાંદખેડા પોલીસે પણ જુગાર રમતા છ લોકોની અટકાયત કરી હતી જેમાંથી મુકુલ જુગુલ શાહુ, મનિષ જુગુલ શાહુ, ભાગવત ગંગાધર મસ્કે, શીવશંકર રામધરસ મલ્ટા, અંગત પાંડુરાંગ ધુમરે, ગણેશ વીઠ્ઠલ ખોટેની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે રામોલ પોલીસે પણ નવ લોકોની અટકાયત કરી હતી જેમાંથી આનંદ કાળીદાસ પરમાર, હિરેન કાળીદાસ પરમાર, અનીલ ગોવિંદ પરમાર, ધર્મેન્દ્ર જશુ પુરબિયા, કમલેશ આત્મરામ પટેલ, કિરણ પ્રવીણ પરમાર, અર્જુન ભગવાનદાસ કોષ્ટી, સુનીલ ગોવિંદ પરમાર અને કિશોર મોહન સોલંકીની અટકાયત કરવામાં આવી હતી.  સાબરમતી પોલીસે પણ પાંચ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી શૈલેષ નગીન વાઘેલા, ધીરજસિંહ ભગવતસિંહ રાજપુત, સંદિપ કાલીદાસ ધાનકા, સુરેશ ગણપત રાણા અને અક્ષય બળદેવ રાવતની અટકાયત કરવામાં આવી હતી.  ખોખરા પોલીસ દ્વારા પણ જુગાર રમતા ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી.