જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આત્મનિર્ભર ભારત કાર્યક્રમ દ્વારા સ્થાનિક રોજગારની સ્થિતિને ધ્યાનમાં રાખી રાખડી બનાવવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના રિસોર્સ પર્સન, સ્ટાફગણ તથા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. નિયામક ઝયનુલ આબેદીન સૈયદે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના દિશા-નિર્દેશનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ રાખી જરૂરી રાખડી બનાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં રિસોર્સ પર્સન ક્રિષ્નાબેન કઠોળિયાએ ઉપસ્થિત તમામનું સ્વાગત કર્યું હતું. મીનાબેન પટેલે ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ રાખડી બનાવવાનું શીખવાડવામાં આવ્યું હતું અને રાખડી બનાવવા માટે જોઈતી તમામ વસ્તુઓની જાણ કરવામાં આવી હતી. બીજા લાભાર્થીઓ દ્વારા કોવિડ-૧૯માં સુરક્ષા ચક્ર બને તે માટે યોગ્ય માસ્ક પણ બનાવતા શીખવાડ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ સ્વદેશી વસ્તુઓનું ઉપયોગ કરવો જોઈએ.