ભરૂચ, તા.૧પ
ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ લઘુતમ આવક અને ઓછું ભણેલા બહેનો માટે વિશેષ તાલીમ વર્ગનું આયોજન કર્યું છે. જેમાં બહેનો પાસેથી કોઈપણ પ્રકારની કોર્ષ ફી લેવામાં આવશે નહીં. જેએસએસ ભરૂચના નિષ્ણંત તજજ્ઞ/ઈન્ટ્રક્ટર દ્વારા તાલીમ આપવામાં આવશે. આજરોજ આ તાલીમ કેન્દ્રનું ઉદ્‌ઘાટન સુરભીબેન તમાકુવાલા માજી પ્રમુખ ભરૂચ નગરપાલિકા અને જિલ્લા મહિલા મોરચાના મહાંમંત્રી પ્રતીક્ષાબેન પરમાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જેએસએસ ભરૂચના લાઈવલીહૂડ ફિલ્ડ કો.ઓર્ડિનેટર શીતલબેન ભરૂચા તથા રિસોર્સ પર્સનસ ક્રિષ્નાબેન કઠોલિયા અને આશાબેન દરબાર તથા સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને હેમાબેન પટેલ અને પ્રમુખ સંગીતાબેન ધોરાવાલા સાથે અન્ય મહાનુભાવો તેમજ તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સંસ્થાના નિયામક ઝયનુલ આબેદ્દીન સૈયદના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સના નીતિ નિયમોના અમલ સાથે શરૂ થતાં લાભાર્થીઓમાં આનંદની લાગણી અનુભવી હતી. તેઓ તાલીમ પ્રાપ્તી બાદ સ્વરોજગારીમાં જોડાઈ પોતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો લાવે તેવી નિયામકે અભ્યર્થના સેવી હતી.