(એજન્સી) શ્રીનગર, તા.૨૪
શ્રીનગરના ૪૫ વર્ષીય એક પ્રોપર્ટી ડીલરે જણાવ્યું કે, તેઓ છેલ્લા ૨૦ વર્ષોથી શ્રીનગરમાં જમીન અને મિલકતોની દલાલીનો કામ કરે છે. મારા ગ્રાહકો હમેશ કાશ્મીરીઓ જ હોય છે અને હવે નવા જમીનના કાયદાઓના લીધે હું ધંધો કરી શકીશ કે નહીં એ વિશે કોઈ નિશ્ચિતતા નથી. નવા કાયદાઓ હેઠળ હવે ભારતનો કોઈપણ નિવાસી કાશ્મીરમાં મિલકતો ખરીદી શકે છે.
જ્યારે એમને પુછાયુ કે, શું તમે પણ કાશ્મીર સિવાયના લોકોને મિલકતો વેચશો તો એના જવાબમાં એમણે કહ્યું કે, હાલમાં હું તમને આ પ્રશ્નનો જવાબ આપી નહીં શકું. એમણે કહ્યું કે, હું એક નાનો દલાલ છું, હું સરકાર અને સમાજમાં ફસાઈ ગયો છું. આમ ધંધાના હિસાબે મિલકત વેચનારને જે કોઈપણ વ્યક્તિ વધુ પૈસા આપે છે એમને મિલકત વેચી દે છે પણ અહી પ્રશ્ન રાજકીય કરતા સામાજિક વધુ છે. કાશ્મીરમાં સંઘર્ષ ૭૦ વર્ષથી ચાલી રહ્યું છે પણ એમાં અમારા ધંધા ઉપર અસર થઇ ન હતી પણ હવે કાયદાઓ બદલાવવાથી ધંધો બંધ થઇ જશે. અન્ય એક દલાલે જણાવ્યું કે, અમને કાયદા મુજબ જ કાર્ય કરવું પડશે. કાયદા વિરૂદ્ધ અમે જઈ શકીએ નહીં. એમણે કહ્યું કે, નવા કાયદા પછી મને પહલગામમાં જમીન માટે પૂછવામાં આવ્યું હતું. જે ખરીદનાર બિનકાશ્મીરી હતો. મેં હાલમાં ના પાડી દીધી પણ અમે ક્યાં સુધી ના પડીશું. અમે સરકાર અને સમાજ વચ્ચે ફસાઈ ગયા છીએ, સરકાર કહે છે કે, કાશ્મીર સિવાયના લોકોને પણ મિલકતો વેચો પણ સ્થાનિકો અમને સતર્ક કરી રહ્યા છે. નવા કાયદા મુજબ ધંધો કરીએ તો સામાજિક બહિષ્કાર થવાનો છે. અમારા માટે ખૂબ મુશ્કેલ સમય છે. મોટાભાગના કાશ્મીરીઓ નવા કાયદાઓને રાજ્યની વસ્તી વિષયક સમતોલનને ડહોળાવવા સમાન ગણી રહ્યા છે. સરકાર અહિં બિનમુસ્લિમોની કોલોનીઓ વસાવવા માંગે છે. ભારતમાં એકમાત્ર કાશ્મીર જ છે જ્યાં મુસ્લિમ બહુમતી છે. સરકાર પોતે પણ સરકારી જમીનો બિનકાશ્મીરીઓને વેચી રહી છે, એ માટે ખાનગી જમીન માલિકો પણ જમીનો વેચશે. સરકાર કાશ્મીરમાં ઔદ્યોગીકરણ કરવા મોટાપાયે નાણાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. દેશમાં એવા ૧૫ રાજ્યો છે જ્યાં બહારના લોકો જમીન ખરીદી શકતા નથી. એમની ઉપર આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધો છે. આ રાજ્યોમાં હિમાચલપ્રદેશ, સિક્કીમ, નાગાલેન્ડ અને અરૂણાચલપ્રદેશ છે. બીજી બાજુ મિલકત ખરીદનારાઓ અને વેચનારાઓને ત્રાસવાદીઓનો મોટો ભય છે. બંનેને ત્રાસવાદીઓ ધમકીઓ આપી રહ્યા છે. એ ધમકીઓના મેસેજો વોટ્‌સએપ ઉપર અને જાહેરમાં પણ પોસ્ટરો મૂકાયા છે. શ્રીનગરની જેમ જમ્મુના પ્રોપર્ટી ડીલરોની એક જ સ્થિતિ છે. જો કે અહિંયા મોટાભાગની વસ્તી હિંદુઓની છે પણ એવા અનેક વિસ્તારો છે જ્યાં મુસ્લિમોની બહુલતા છે. ભાજપ સિવાયના રાજકીય પક્ષો પણ અહિંયા નવા જમીન કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. જમ્મુમાં જો કે ડેમોગ્રાફી બદલાવવાની શક્યતા નથી પણ એમને પોતાની ડોગરા કોમની ઓળખ ગુમાવવાનો ભય છે.