(સંવાદદાતા દ્વારા) અમદાવાદ તા.૧૫
ભરૂચ જીલ્લાના દહેગામ, અડોલ, તરસાડી સહિત ૯ કુલ ગામમાંથી નેશનલ હાઈ-વેનું નિર્માણ કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩ના કાયદા હેઠળ કરવામાં આવેલા જમીન સંપાદનના આધારે શહેરી વિસ્તાર પાસે આવેલા ગામડાને નિયમ વિરૂધ વળતર ચુકવતા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદે સોમવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને વી.પી પટેલની ખંડપીઠે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને જમીન સંપાદન વિભાને શહેરી વિસ્તાર પરતું ગ્રામ પંચાયતમાં આવતા ગામડાઓને નિયમ મુજબ ૪ ગણું વળતર અગામી ત્રણ મહિના સુધીમાં ચુકવવાનો આદેશ કર્યો છે. રાજ્ય સરકારના જમીન સંપાદનના ૨૦૧૬ના કાયદા પ્રમાણે ગ્રામિણ વિસ્તારમાં ૪ ગણું વળતર જ્યારે શહેરી વિસ્તારમાં બે ગણું વળતર ચુકવવાનો કાયદો હોવા છતાં રાજ્ય સરકારે તેમાં ફેરફાર કરી ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા દહેગામ, અડોલ, તરસાડી, પૂગલ સહિતના ૯ ગામડોઓને બે ગણું વળતર ચુકવતા નારાજ ખેડૂતોએ હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. રાજ્ય સરકારે ભરૂચ જીલ્લાના ૧૩ ગામમાં ૪ ગણું વળતર એવોર્ડ બદલી તેમને અર્બન ડેવેલ્પમેન્ટમાં ગણી બે ગણું વળતર આપતા વિવાદ સર્જાયો હતો. ખેડુતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યુ હતુ કે ૨૦૧૬ થી ૨૦૧૮ વચ્ચે રાજ્યમાં જેટલા પણ પ્રોજેક્ટ શરૂ થયા તેમાં ૪ ગણું વળતર મળવાપાત્ર છે. જમીન સંપાદન ધારા ૨૦૧૬ની કલમ ૨૬નું સરકાર અને નેશનલ હાઈ-વે સ્પીડ દ્વારા ઉલ્લઘંન કરાયું છે અને ૯ ગામના અસરગ્રસ્ત ખેડૂતોને બે ગણું જે વળતર આપ્યું એ ખોટું હોવાથી તેમને ૪ ગણું વળતર ચુકવવાની માંગ કોર્ટે સ્વીકારી છે..રાજ્ય સરકારે ૯ ગામ વચ્ચે ૨૪ કરોડ રૂપિયાની રકમ ચુકવવી પડશે. ભરૂચ જીલ્લાના ૪૨ ગામડા એવા છે કે જેમાંથી એક્સપ્રેસ હાઈ-વે, ફ્રેટ-કોરિડર અને બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થાય છે. સરકાર વર્ષ ૨૦૧૩ની જમીન સંપાદન ૨૦૧૩ની વિરૂધ જંત્રીના ભાવે વળતર આપે છે. માર્કેટના ભાવે આપતી નથી. ભરૂચ – અંકલેશ્વર નજીકના ગામડાને શહેર વિસ્તારામાં ગણી બે ગણું વળતર આપ્યું હોવાથી ૪૨માંથી ૩૬ ગામના લોકોએ હાઈકોર્ટમાં પીટીશન કરી છે. હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં ઠેરવ્યું છે કે શહેરી વિસ્તારમાં હોય પણ ગ્રામ પંચાયતની હદમાં આવતું હોય ત્યારે તેને ચાર ગણું વળતર ચુકવું પડે.