(એજન્સી) શ્રીનગર, તા.૭
ઉત્તર કાશ્મીરના બન્દીપુરામાં પોતાના ઘરમાંથી આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલ મંજૂર અહેમદની હત્યાને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ વખોડતા ટિ્‌વટ કરી હતી કે યુવાન મંજૂર અહેમદની નિર્દયી હત્યા આકરી ટીકાને પાત્ર છે પરંતુ આનાથી સમાજ કઈ તરફ જઈ રહ્યો છે. તેની જાણ થાય છે.
આ ઘાતકી ઘટનાએ સૌને આઘાતમાં નાખ્યા છે ત્યારે આતંકનો કહેર વધુ એક સ્તર નિમ્ન બન્યો છે. શક્રવારે પોલીસને રપ વર્ષીય મંઝૂર અહેમદ ભટનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે બે-ત્રણ આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને અહેમદ અને તેના પિતાનું અપહરણ કર્યું હતું. જ્યારે બીજા બે-ત્રણ આતંકવાદી બહાર ઊભા હતા. પરંતુ પિતા અબ્દુલ ગફ્ફાર ભટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યા હોવા છતાં પણ તેઓ બચી ગયા હતા અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વિસ્તારમાં આ અઠવાડિયામાં હત્યાની આવી બીજી ઘટના છે.આ મુદ્દે પૂર્વ્‌ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ ટિપ્પણી કરી. આ અગે જાણવવામાં આવેલા મૌન બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.