(એજન્સી) જમ્મુ, તા. ૨૩
જમ્મુ કાશ્મીરના હિરાનગર સેક્ટરના પાનસર વિસ્તારમાં સીમા સુરક્ષાબળ (બીએસએફ)ને પાકિસ્તાનની વધુ એક ટનલનું ષડયંત્ર નિષ્ફળ બનાવી દીધું છે. આ ટનલની લંબાઈ ૧૫૦ મીટર અને ઉંડાઈ ૩૦ ફૂટ જણાવવામાં છે. આ પહેલા મળી આવેલી ટનલની જેમ આ ટનલ પણ ભારતની સરહદે આવેલ હિરાનગર વિસ્તારથી કાઢવામાં આવી છે જે જૈશ આતંકવાદીઓનું માટે ઘૂસણખોરી માટે સૌથી જુનું ઠેકાણું છે. બીએસએફ તરફથી કરાયેલી પુષ્ટિમાં કહેવાયું છે કે ખુફિયા સુચનાને આધાર પર બીએસએફની ટીમ દ્વારા જમ્મુના પાનસર વિસ્તારમાં એક એન્ટિ ટનલિંગ ડ્રાઈવ દરમિયાન એક ૧૫૦ ફૂટ લાંબી અને ૩૦ ફૂટ ઊંડી સુરંગ હાથ લાગી છે. આ બીએસએફ દ્વારા સાંબા, હીરાનગર અને કઠુઆ વિસ્તારમાં છેલ્લા ૬ મહિનામાં શોધવામાં આવેલી ચોથી અને જમ્મુક્ષેત્રની ૧૦મી સુરંગ છે. આ ટનલનું નિર્માણ પાકિસ્તાની ખુફિયા વિભાગે આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કરી હતી. બીએસએફ દ્વારા ૧૦ દિવસની અંદર આ બીજી સુરંગની માહિતી મળી ગઈ છે. બીએસએફ સતત પાકિસ્તાનની હરકતો ઉપર નજર રાખી રહી છે. સેના સતત આતંકવાદીઓની ઘુસણખોરીને નાકામ બનાવવાના પ્રયાસો કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ મુજબ પાકિસ્તાન સુરંગ ખોદવા માટે પેશાવરના એન્જિનિયરોની મદદ લઈ રહી છે પરંતુ ભારતીય સેના પાકની દરેક નાપાક હરકતોનો મુંહતોડ જવાબ આપી રહી છે.
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે આતંકી ટનલ મળી આવી

Recent Comments