ગયા વર્ષે ૫ ઓગસ્ટે સંસદ દ્વારા રદ કરાયેલી જમ્મુ-કાશ્મીરની બંધારણીય સ્થિતિને પુનર્સ્થાપિત કરવા માટે ગુપ્કર ઘોષણા માટે પીપલ્સ એલાયન્સ રચવા કાશ્મીરમાં મુખ્ય ધારાના સાત મુખ્ય રાજકીય પક્ષો સાથે આવ્યા, જે જમ્મુ-કાશ્મીરના ઇતિહાસમાં નોંધપાત્ર ઘટના છે.
બંધારણીય દરજ્જો મેળવવા માટેના સંઘર્ષમાં પૂર્વ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો એલાયન્સનો નિર્ણય ૧૯૩૧ થી રાજ્યને ભારતીય સંઘમાં એકીકૃત કરવામાં ન આવે ત્યાં સુધી કાશ્મીરીઓની કઠોર લડતની યાદ અપાવે છે. તેઓ સમાન ધ્વજ હેઠળ ડોગરા શાસક મહારાજા હરિ સિંહના જુલમી અને શોષણકારી શાસન સામે લડ્યા.
અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ સ્પષ્ટપણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહાગઠબંધન ભાજપ વિરોધી છે, રાષ્ટ્ર વિરોધી નથી અને તેઓ નવી દિલ્હીમાં ભાજપ શાસન સામે લડવા માટે ભેગા થયા છે, જેણે ધર્મના નામે બંધારણનો નાશ કરવા, રાષ્ટ્રને વિભાજિત કરવા અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો છે.
લોકોના હક પાછા મેળવવાના જોડાણના ઉદ્દેશ્યની રૂપરેખા આપતા, તેમણે પુષ્ટિ આપી હતી કે તેઓ લોકોની ઓળખની રક્ષા માટે લડત લડી રહ્યા છે. પૂર્વ રાજ્યના ધ્વજ હેઠળ ગઠબંધનની વિરોધી ભાજપ, જવાહરલાલ નહેરૂના શબ્દોને ઉજાગર કરે છે જેમણે ભારતના વડાપ્રધાન તરીકે ૧ જાન્યુઆરી, ૧૯૫૨ના રોજ એક ભાષણમાં દાવો કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીરના લોકો અને તેમના નેતાઓ દ્વારા ભારત સાથે જોડાવાના નિર્ણય દ્વારા ૧૯૪૭માં પાકિસ્તાનને છોડી દઈ ભારતની ધર્મનિરપેક્ષ નીતિઓ અને બંધારણને સમર્થન આપવામાં આવ્યું છે.
ત્યારબાદ નહેરૂએ ખૂબ જ આશંકા અને ચિંતા સાથે ટિપ્પણી કરી, “પરંતુ કલ્પના કરો કે કાશ્મીરમાં શું બન્યું હોત જો જનસંઘ અથવા અન્ય કોઈ કોમવાદી પક્ષ આ બાબતોનું કેન્દ્ર હોત. આ લોકો અવિભાજિત ભારતની વાત કરે છે, પરંતુ હકીકત એ છે કે તેઓ સત્તામાં હોત તો ભારતના એક હજાર ટુકડા થઈ ગયા હોત. ૧૯૫૨ માં નહેરૂએ જે કહ્યું હતું તેનો સાર સ્વર્ગીય બીજુ પટનાયકના નિરીક્ષણમાં હતો જેમણે ૧૯૯૭માં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં દરમિયાનગીરી દરમિયાન ભાજપના નેતા સુંદરલાલ પટવાને પ્રખ્યાત રીતે કહ્યું હતું કે ભાજપ દ્વારા હિમાયત કરવામાં આવી રહેલો રાષ્ટ્રવાદ ભારતના વીસ ટુકડા કરી દેશે. ગુપ્કર એલાયન્સના નેતાઓ ૨૦૨૦માં એકઠા થયા અને આ બળો દ્વારા બંધારણને આપેલા જોખમને સ્પષ્ટ કર્યું હતું. રાષ્ટ્રીય પરિષદના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરના ખેડૂતો અને મજૂરોના સંઘર્ષના ઇતિહાસનો અભ્યાસ કરવો યોગ્ય છે. તેમની જહેમત વચ્ચે ખેડૂતોને પોલીસ તરફથી ફાયરિંગનો સામનો કરવો પડ્યો હતો અને ઘણા લોકો માર્યા ગયા હતા. બચેલા નેતાઓએ મૃત સાથીના લોહીથી લથપથ કપડાં ઉપાડ્યા અને જાહેર કર્યું કે લાલ રંગનું કાપડ તેમનો ધ્વજ હશે. ૧૯૪૭માં કલમ ૩૭૦માં જણાવેલ શરતો હેઠળ જમ્મુ અને કાશ્મીરના ભારતીય સંઘમાં પ્રવેશ પછી, તે રાજ્યના નેતા શેખ અબ્દુલ્લાએ ૭ જૂન, ૧૯૫૨ના રોજ અપનાવવા માટે રાજ્યની બંધારણ સભામાં લાલ કલરના રાષ્ટ્રીય ધ્વજનો ઠરાવ મૂક્યો જેમાં ત્રણ ઊભી લાલ લીટીઓ અને તે લીટીઓ આગળ હળ હતું. સૈયદ મીર કાસિમે “રાષ્ટ્રીય” શબ્દને કાઢવા માટે એક સુધારો કર્યો હતો, જેને અપનાવવામાં આવ્યો અને બંધારણીય સભા દ્વારા જમ્મુ અને કાશ્મીરનો ધ્વજ મંજૂર થયો. તે વર્ષે ૨૪ જુલાઈએ લોકસભામાં આપેલા ભાષણમાં વડાપ્રધાન નહેરૂએ કાશ્મીરી ધ્વજ સ્વીકારવાના કારણો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે કાશ્મીરના નેતાઓ સંમત થયા છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ સર્વોચ્ચ હશે અને તેને કાશ્મીરમાં તે જ દરજ્જો મળશે જેવો સંઘના અન્ય રાજ્યોમાં છે. ત્યારબાદ નહેરૂએ ગૃહને માહિતી આપીઃ “રાજ્યનો ધ્વજ કોઈ અર્થમાં દેશના ધ્વજનો વિરોધી નથી, પરંતુ ઐતિહાસિક અને ભાવનાત્મક કારણોસર તેઓ કાશ્મીરમાં આઝાદીની લડત સાથે જોડાયેલા હતા, તેઓ ઇચ્છતા હતા કે આ રાજ્યનું પ્રતીક ચાલુ રહે. આ માટે સંમત થયા હતા. ઉમેરવામાં આવ્યું કે આને, રાજ્યની બંધારણ સભા દ્વારા ઔપચારિક રીતે સ્પષ્ટ કરવું જોઈએ.” ૧૯૫૨માં જમ્મુ-કાશ્મીર સરકારે જારી કરેલા એક વ્હાઇટ પેપરમાં બંને ધ્વજોનું સહઅસ્તિત્વ જણાવવામાં આવ્યું હતું અને તે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રધ્વજની સર્વોચ્ચતા સાથે કોઈ ચેડા કરવામાં આવશે નહીં, અને રાજ્યમાં તેને સમ્માન બાકીના ભારતમાં મળે છે તે મુજબ જ મળે.
મોહમ્મદ અબ્દુલ્લા શેખે સ્પષ્ટ કર્યું કે કાશ્મીર બંને ભારત અને કાશ્મીરીઓના બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણના એકત્રીકરણને કારણે ભારતમાં જોડાયું છે અને ખાતરી આપી હતી કે રાજ્યનો ધ્વજ કોઈ અર્થમાં રાષ્ટ્રધ્વજનો હરીફ નથી.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરનો ધ્વજ તેના કામદારો અને ખેડૂતોના સંઘર્ષ માટે ધાર્મિક વિભાજકથી અલગ રીતે તેને રજૂ કરે છે. જો કે, રાજ્યના બહુમતી લોકો ઇસ્લામિક આસ્થાને માનતા હોવા છતાં તેમના ધ્વજને ઇસ્લામ અથવા કોઈ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. ખરેખર આશ્ચર્યજનક હતું કે જ્યારે તેમના સંઘર્ષે શેખ અબ્દુલ્લાને રાજ્યના વડાપ્રધાન અને જમ્મુ-કાશ્મીરની બંધારણ સભાની સત્તા સંભાળવાનો માર્ગ મોકળો કર્યો ત્યારે શ્યામા પ્રસાદ મુકરજીએ રાજાશાહીની પુનઃસ્થાપનની માંગ કરી. વડાપ્રધાન નહેરૂને રાષ્ટ્રીય પરિષદના પ્રગતિશીલ નેતાઓના ભોગે મુકરજીના એક રજવાડી શાસકને આપેલા ટેકાથી ઘણું દુઃખ થયું હતું. આ સુચનાત્મક છે કે લોકોની સંઘર્ષની ભાવના, જેમણે સરકારની બંધારણીય યોજનાની સ્થાપના કરી, જમ્મુ-કાશ્મીરની સ્થિતિને પુનર્સ્થાપિત કરવા અને તેમની ઓળખ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવા માટે, પીપલ્સ એલાયન્સ ફોર ગુપ્કર ઘોષણા દ્વારા ૨૦૨૦માં આંદોલન કરવામાં આવ્યું છે. સંયુક્ત અને સર્જનાત્મક રાષ્ટ્રવાદના કારણ માટે જોડાણ દ્વારા શરૂ કરવામાં આવેલા સંઘર્ષના ઐતિહાસિક મહત્ત્વની પ્રશંસા કરવા સંવેદનશીલતા અને રાજનીતિની જરૂર પડશે. શું કહેવાતા ન્યુ ઈન્ડિયાના નેતાઓ સંવિધાન અને સમાવિષ્ટ રાષ્ટ્રવાદ માટેના લોકોની અપેક્ષાઓ પ્રમાણે ઊભા રહી શકશે ? એસ.એન. સાહુએ ભારતના રાષ્ટ્રપતિ સ્વ.કે.આર. નારાયણન માટે વિશેષ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવી હતી.
– એસ.એન.સાહુ