(એજન્સી) શ્રીનગર, તા. ૧૯
ચાલુ વર્ષે આવા પહેલા હુમલામાં પાકિસ્તાની સોલ્જર ઓફ ધ બોર્ડર એક્શન ટીમ (બેટ)ે જન્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લાના ખારી સેક્ટરમાં હુમલો કર્યો હતો. જેમાં બે ભારતીય જવાનો ઘાયલ થયાં. સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાની આર્મીના બેટે ભારત પ્રાંતની અંદરની બે ચોકીઓ વચ્ચે પેટ્રોલિંગ કરનાર ટીમ પર હુમલો કર્યો હતો જેમાં બે જવાનો ઘાયલ થયાં હતા. ભારતીય ટીમે બેટના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ તેમાં બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. એક ઘુસણખોરને ઠાર મારવામાં આવ્યો. ઘાયલ થયેલા જવાનોને હવાઈ માર્ગે સારવાર માટે ઉધમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. પાકિસ્તાની આર્મીની બોર્ડર એક્શન ટીમ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ભારતીય પક્ષને વધારે ખુવારી વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ સચેત ભારતીય જવાનોએ પાકિસ્તાની હુમલાને આકરો જવાબ આપીને તેમના હુમલાનો નિષ્ફળ બનાવ્યો હતો. લશ્કર સચેત છે અને બેટના હુમલાને પહોંચી વળવા તૈયાર છે. સંરક્ષણ નિષ્ણાંતોનુ માનવું છે કે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમમાં બેટના સભ્યો, લશ્કર, હિઝબુલના આતંકવાદીઓ સામેલ છે. પૂંચ સેક્ટરમાં ભારતીય ચોકીઓ પાકિસ્તાન નજીક આવેલી છે અને ત્યાંની ભૂમિ અને જંગલોને કારણે તેઓ સહેલાઈથી છટકી શકે છે.
જમ્મુ કાશ્મીરમાં સરહદે બેટના હુમલામાં બે સૈનિકો ઘાયલ

Recent Comments