(એજન્સી) જમ્મુ, તા.૬
રવિવારે કૂપવાડાના કેરન સેકટરમાં આતંકવાદીઓ સાથે થયેલી ભીષણ અથડામણમાં ઘાયલ થયેલા વધુ ત્રણ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ સાથે જ આ અથડામણમાં શહીદ થનારા સૈનિકોની સંખ્યા ૮ થઈ ગઈ છે. આ અથડામણમાં પાંચ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૪૮ કલાકમાં ૯ આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે ૧૦ જવાનો શહીદ થયા હતા જેમાંથી બે જવાનોએ આત્મહત્યા કરી હતી. કેરન સેકટરમાં થયેલી અથડામણ દરમિયાન જ એક જવાન શહીદ થઈ ગયો હતો જ્યારે એક જેસીઓ સહિત ચાર જવાનોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. આ અથડામણમાં લગભગ ૧ ડઝન જેટલા જવાનો ઘાયલ થયા હતા. શહીદ થનારા આઠ જવાનો જેસીઓ પેરાકમાન્ડો યુનિટ અને જાટ રેજિમેન્ટના હતા.