(એજન્સી) તા.રપ
સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને માસૂમ લોકોને નિશાન બનાવી રહેલા પાકિસ્તાનની બેચેની સાફ નજરે આવી રહી છે. ત્યારે હવે પાકિસ્તાનના વર્તનનો જવાબ આર્મી ચીફ બિપિન રાવતે સ્પષ્ટ શબ્દોમાં આપ્યો છે.
આર્મી ચીફે કહ્યું કે પીઓકેમાં આંતકીઓનો કબજો છે. ઉપરાંત તેમને એમ પણ કહ્યું કે અમારા ‘અલ્ટિમેટ મિશન’થી અમને કોઈ નહીં રોકી શકે. બિપિન રાવતે કહ્યું કે,’અલ્ટિમેટ મિશન’ પૂર્ણ કરવામાં અમને થોડો વધુ સમય લાગી શકે છે પરંતુ છેલ્લે ‘અંધારૂં દૂર થશે અને પ્રકાશ ફેલાશે’. તેમને કહ્યું કે જે ક્ષેત્ર પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. તે પાકિસ્તાન સરકાર દ્વારા નિયંત્રિત નથી. ત્યાં આતંકીઓનું નિયંત્રણ છે. પીઓકે વાસ્તવમાં આંતકીઓ દ્વારા નિયંત્રિત દેશ અથવા તો પાકિસ્તાનનો એક આતંકવાદી નિયંત્રિત હિસ્સો છે. આર્મી પ્રમુખે કહ્યું કે,’જ્યારે અમે જમ્મુ-કાશ્મીર કહીએ છીએ તો પૂર્ણ રાજ્યમાં પીઓકે, ગિલગિટ અને બાલ્ટિસ્તાન પણ સામેલ છે. પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન એટલા માટે એક અધિકૃત ક્ષેત્ર બની ગયા છે કારણ કે આના પર પાડોશી દેશે ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.’ ઉપરાંત તમને કલમ ૩૭૦ની વાત કરતા કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા માટે આપણા સૈનિકો રાત-દિવસ કામ કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરને દેશના અન્ય રાજ્યોની જેમ સુધારમાં મદદ થશે.