(એજન્સી) તા.૩૦
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ સીઆરપીએફ જવાનની ઘરમાં ઘૂસી હત્યા કરી દીધી હતી. સીઆરપીએફ જવાન નસીર અહમદ રાથેર રજાઓમાં પુલવામાના નાયરા વિસ્તારમાં આવેલા તેના ઘરે આવ્યો હતો. આતંકવાદીઓને આ વાતની જાણકારી મળી જતાં તે નસીરના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેના પર ગોળીબાર કર્યો હતો. નસીરને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં પોલીસકર્મી જાવેદ અહમદ દાર અને સેનાના જવાન ઔરંગઝેબની પણ આતંકવાદીઓએ હત્યા કરી હતી.