શ્રીનગર,તા. ૧૬
જમ્મુ કાશ્મીરના પુલવામા સેક્ટરમાં સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન બે ત્રાસવાદીઓને ઠાર મારી દેવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્તો જપ્ત કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન આર્મીની નોર્ધન કમાન્ડના અધિકારીઓએ કહ્યુ છે કે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના બાંદીપોરા હાજીના ખોસા મોહલ્લામાં ઓપરેશન હાથ ધર્યુ હતુ. આજે સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ છુપાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવતા બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન બડગામ પોલીસે ત્રણ અન્ય ત્રાસવાદીઓની ધરપકડ કરી છે.ઝડપાયેલા ત્રાસવાદીઓ મોટા હુમલા કરવાની તૈયારીમાં હતા. હાલમાં જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યુ છે. ૨૦૦થી પણ વધુ ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારાયા છે. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના બહારના વિસ્તારમાં ઠાર થયેલા ત્રાસવાદીઓના સંબંધ આઈએસ સાથે હોવાની વિગત પણ સપાટી ઉપર આવી છે. આ અથડામણ ગુરુવાર રાત્રે શરૂ થઇ હતી. ત્રસવાદીની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં એક ત્રાલના રાસિક નબી ભટ્ટ અને અન્ય અવંતીપુરાનો શબીરદાર હોવાનું જાણવા મળ્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ બંને ત્રાસવાદીઓ ગયા વર્ષે આ સંગઠનમાં સામેલ થયા હતા. ત્રાસવાદી અન્સાર ગજવતુલ હિંદના સભ્યો હોવાનું જાણળા મળ્યું છે.