(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
સંરણક્ષ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, પાકિસ્તાનને નાપાક હરકત માટે આકરી કિંમત ચુકવવી પડશે. તેમણેકહ્યું કે લશ્કરી છાવણી પર હુમલો પાકિસ્તાન સ્થિત જૈશના આતંકવાદીઓેએ કર્યો છે અને પાકિસ્તાને તેને સહાય કરી છે. જમ્મુમાં સુરક્ષાની સ્થિતિ વિશે પ્રેસ કોન્ફરન્સમાં બોલતાં તેમણે કહ્યું કે જૈશ ચીફ મસૂદ અઝહર આ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે તે ઉપરાંત સ્થાનિકોએ પણ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે જૈશના આતંકવાદીઓએ હુમલો કર્યો છે તેઓ પાકિસ્તાનના છે અને પાકિસ્તાને તેને મદદ પૂરી પાડી છે. તેમણે કહ્યું કે ખુફિયા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે આતંકવાદીઓને પાકિસ્તાનમાંથી દોરવણી આપવામાં આવી રહી હતી. એનઆઈએ દ્વારા પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન પિર પિન્જાલ વિસ્તાર સુધી આતંક ફેલાવી રહી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી પુરાવાઓ એકત્ર કરી લેવામાં આવ્યાં છે. ડોસિયર ઉપર ડોસિયર પાકિસ્તાનને સોંપવામાં આવ્યાં છે તેમ છતાં પણ પાકિસ્તાને કોઈ પગલાં ભર્યા નથી. પાકિસત્નને પુરાવાઓ આપવાનું અવિરતપણે ચાલુ છે. પાકિસ્તાનને વારંવાર પુરાવાઓ આપવામાં આવ્યાં છે. પાકિસ્તાનને તેની નાપાક હરકત માટે આકરી કિંમત ચુકવવી પડશે. આ પહેલા નિર્મલા સીતારમણે શ્રીનગરમાં મુખ્યમંત્રી મહેબૂબા મુફતી સાથે મુલાકાત કરી હતી. મહેબૂબા મુફતીએ પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાનું નહીં પરંતુ વાત કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું હતું કે બન્ને રાષ્ટ્રો માટે યુદ્ધ જરૂરી નથી. તેમણે કહ્યું કે મને ખબર છે કે ન્યૂઝ એન્કર દ્વારા મને રાષ્ટ્રવિરોધી ચીતરવામાં આવશે પરંતુ મને તેની કોઈ પડી નથી. જમ્મુ કાશ્મીરના લોકો ભોગ બની રહ્યાં છે. યુદ્ધ કોઈ વિકલ્પ ન હોવાથી આપણે મંત્રણા જ કરવી પડશે.