ભૂજ, તા.૮
કચ્છની અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યા પ્રકરણના માસ્ટર માઈન્ડ મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ભચાઉ કોર્ટે ફગાવી દીધી છે. મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામી આ હત્યા કેસમાં હાલ જેલમાં છે. અને તેણીએ જામીન મેળવવા અરજી કરી હતી. મનિષા ગોસ્વામીએ પોતાની તબિયત અસ્વસ્થ રહેતી હોવાથી રેગ્યુલર જામીન મેળવવા અરજીમાં કારણ ધર્યું હતું. જેને કોર્ટે માન્ય રાખ્યું નથી. સરકારના સ્પેશ્યિલ પ્રોસીક્યુટર ભારદ્રાજ અને તુષાર ગોકાણીએ સરકાર પક્ષે દલીલો કરી હતી.